ETV Bharat / entertainment

Adipurush Poster: 'આદિપુરુષ'ના નવા પોસ્ટર પર વિવાદ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ - આદિપુરુષ પોસ્ટર

ઓમ રાઉત દ્વારા નિર્દેશિત ફિલ્મ આદિપુરુષ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગઈ છે. આ ફિલ્મમાં બાહુબલી તરીકે ઓળખ મેળવનાર પ્રભાસ રામની ભૂમિકામાં, કૃતિ સેનન સીતાની ભૂમિકા અને સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવતા જોવા મળશે. અગાઉ આ આદિપુરુષ  ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારે સૈફ અલી ખાન અભિનીત રાવણના લૂકને લઈને ઘણો હોબાળો થયો હતો.

Adipurush Poster: 'આદિપુરુષ'ના નવા પોસ્ટર પર વિવાદ, પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

author img

By

Published : Apr 5, 2023, 11:33 AM IST

મુંબઈઃ બાહુબલી તરીકે ખ્યાતિ પામનાર ફેમસ હિરો પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન સ્ટારર આગામી ફિલ્મ 'આદિપુરુષ'નો વિવાદ દૂર થવાનું નામ નથી લઈ રહ્યો. જ્યારથી આ ફિલ્મની જાહેરાત થઈ છે, ત્યારથી કોઈને કોઈ નવો વિવાદ સામે આવી રહ્યો છે. તાજેતરમાં રામ નવમીના અવસર પર, નિર્દેશક ઓમ રાઉતે ફિલ્મ 'આદિપુરુષ'નું નવું પોસ્ટર લોન્ચ કર્યું. હવે ફરી એકવાર આ પોસ્ટરને લઈને હોબાળો થયો છે. આ ફિલ્મ ફરી એકવાર કાયદાકીય ગૂંચવણમાં ફસાઈ ગઈ છે.

આ પણ વાંચો: સલમાન ખાનનું મોસ્ટ અવેટેડ ગીત 'યંતમ્મા' માં જોવા મળ્યો ભાઈજાનનો અનોખો સ્વેગ

આદિપુરુષ પોસ્ટર વિવાદ: આદિપુરુષના નવા પોસ્ટરને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં 'આદિપુરુષ'ના નિર્દેશક ઓમ રાઉત, નિર્માતા અને સમગ્ર સ્ટાર કાસ્ટ વિરુદ્ધ સાકીનાકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે. આવો જાણીએ આ વખતે પોસ્ટરને લઈને શું છે વિવાદ. આ ફિલ્મમાં સાઉથ એક્ટર પ્રભાસ રામ, કૃતિ સેનન સીતા, સની સિંહ લક્ષ્મણ અને સૈફ અલી ખાન રાવણના રોલમાં જોવા મળશે.

ફરિયાદ નોંધાવી: સંજય દીનાનાથ તિવારી નામના વ્યક્તિએ ફિલ્મ નિર્માતાઓ વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવી છે. આ વ્યક્તિએ પોતાને સનાતન ધર્મનો ઉપદેશક ગણાવ્યો છે. ફરિયાદીએ બોમ્બે હાઈકોર્ટના વકીલ આશિષ રાય અને પંકજ મિશ્રા મારફત આ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીએ ફિલ્મ નિર્માતાઓ પરના પોસ્ટરો દ્વારા જાણી જોઈને સનાતન ધર્મને ઠેસ પહોંચાડી છે. ફરિયાદીએ કહ્યું છે કે, 'આદિપુરુષ'ના નવા પોસ્ટરમાં રામ જનોઈ પહેર્યા વગર જોવા મળે છે અને સીતાની માંગમાં સિંદૂર નથી. ફરિયાદીનું કહેવું છે કે, પોસ્ટરમાં સીતાને અપરિણીત બતાવવામાં આવી છે.

આ પણ વાંચો: Thalapathy Vijay: ઈન્સ્ટાગ્રામ પર વિજયની આગ, ફોલોઅર્સની રેસમાં સાઉથના ઘણા સ્ટાર્સને પાછળ છોડી દીધા

પોસ્ટરને લઈને હોબાળો: ફરિયાદીના વકીલ આશિષ રાયના જણાવ્યા અનુસાર, આ સંદર્ભમાં આઈપીસીની કલમ 295 A, 298, 500, 34 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જ્યારે આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું. ત્યારે સૈફ અલી ખાન અભિનીત રાવણના લૂકને લઈને ઘણો હોબાળો થયો હતો. આ ફિલ્મ આ વર્ષે તારીખ 16 જૂને રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ વિવાદો આ ફિલ્મનો પીછો નથી કરી રહ્યા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.