નવી દિલ્હીઃ ફિલ્મ 'આદિપુરુષ'ના ડાયલોગ્સને લઈને વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. ઓમ રાઉત દ્વારા નિર્દેશિત રામાયણ પર આધારિત ફિલ્મ 'આદિપુરુષ'ના સંવાદોએ નવા વિવાદોને જન્મ આપ્યો છે. દેશના અનેક રાજનેતાઓ, અભિનેતાઓ અને ધાર્મિક સંગઠનોએ આનો ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, ફિલ્મમાં ટપોરી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રામાયણ જેવા હિંદુ ધર્મના પવિત્ર પુસ્તક પર આધારિત ફિલ્મને શોભતી નથી.
-
इस देश को दो ही लोगों से खतरा है...
— Sonu Nigam (@SonuNigamSingh) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
एक जात वालों से और दूसरा जमात वालों से।
ईश्वर सद्बुद्धि दे। https://t.co/IqHmVaom8Z
">इस देश को दो ही लोगों से खतरा है...
— Sonu Nigam (@SonuNigamSingh) June 17, 2023
एक जात वालों से और दूसरा जमात वालों से।
ईश्वर सद्बुद्धि दे। https://t.co/IqHmVaom8Zइस देश को दो ही लोगों से खतरा है...
— Sonu Nigam (@SonuNigamSingh) June 17, 2023
एक जात वालों से और दूसरा जमात वालों से।
ईश्वर सद्बुद्धि दे। https://t.co/IqHmVaom8Z
સોનુ નિગમનું ટ્વીટ: જો કે, ઘણા લોકો માને છે કે, આ નવા યુગની રામાયણ છે, તેથી બોલચાલની ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેથી કરીને વધુમાં વધુ લોકો પોતાની જાતને તેની સાથે જોડી શકે અને રામાયણની પૌરાણિક કથાઓને સરળતાથી જાણી શકે. હવે આ વિવાદમાં બોલિવુડનો ફેમસ સિંગર સોનુ નિગમ પણ કૂદી પડ્યા છે. બોલિવુડ સિંગર સોનુ નિગમે પણ ફિલ્મ એક 'આદિપુરુષ'ને લઈને એક ટ્વિટ કર્યું છે.
અભિષેક શુક્લાનું ટ્વીટ: તેણે તેમાં લખ્યું છે કે, 'આ દેશને માત્ર બે લોકોથી ખતરો છે. એક જાતિના લોકોથી અને બીજો જમાતના લોકોથી. ભગવાન બુદ્ધિ આપે. સોનુ નિગમે આઝાદ સેના પ્રમુખ અભિષેક શુક્લાના ટ્વીટને રીટ્વીટ કર્યું છે. આ ટ્વીટમાં અભિષેકે લખ્યું છે કે, ''તમે બધા 'આદિપુરુષ' ફિલ્મનો બને તેટલો વિરોધ કે સમર્થન કરો. કારણ કે, તે તમારી સ્વતંત્રતા છે. પરંતુ જો બ્રાહ્મણ સમાજનો ઉભરતો ચહેરો મનોજ મુન્તાશીરનો વિરોધ કરશે તો જડબાતોડ જવાબ મળશે.''
સોનુએ વિરોધ કર્યો: મનોજ મુન્તાશીરનું પૂરું નામ મનોજ મુન્તાશીર શુક્લા છે અને તે બ્રાહ્મણ છે. હવે જ્યારે મનોજ ફિલ્મના ડાયલોગ્સને લઈને ટીકાનો સામનો કરી રહ્યા છે, ત્યારે કેટલાક લોકો તેને જાતિ સાથે જોડીને જોઈ રહ્યા છે અને માને છે કે, આ અપનામ મનોજ મુન્તાશિર શુક્લા સાથે નહીં, પરંતુ સમગ્ર બ્રાહ્મણ સમુદાય સાથે થઈ રહ્યું છે. જેને લઈને સોનુ નિગમે ટ્વીટ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે.
-
Biggest Opening Day Worldwide Collection for Bollywood films
— 𝗳𝗶𝗹𝗺𝘆𝗻𝗲𝘄𝘀𝗻𝗲𝘁𝘄𝗼𝗿𝗸 (@Filmynews11) June 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
1. #Adipurush - 140 cr
2. #Pathaan - 106 cr
3. #ThugsofHindostan - 79 cr
4. #Brahmastra - 75 cr pic.twitter.com/6ykxtXxp2n
">Biggest Opening Day Worldwide Collection for Bollywood films
— 𝗳𝗶𝗹𝗺𝘆𝗻𝗲𝘄𝘀𝗻𝗲𝘁𝘄𝗼𝗿𝗸 (@Filmynews11) June 17, 2023
1. #Adipurush - 140 cr
2. #Pathaan - 106 cr
3. #ThugsofHindostan - 79 cr
4. #Brahmastra - 75 cr pic.twitter.com/6ykxtXxp2nBiggest Opening Day Worldwide Collection for Bollywood films
— 𝗳𝗶𝗹𝗺𝘆𝗻𝗲𝘄𝘀𝗻𝗲𝘁𝘄𝗼𝗿𝗸 (@Filmynews11) June 17, 2023
1. #Adipurush - 140 cr
2. #Pathaan - 106 cr
3. #ThugsofHindostan - 79 cr
4. #Brahmastra - 75 cr pic.twitter.com/6ykxtXxp2n
વૈશ્વવ્યાપી કલેક્શન: આ તમામ વિવાદો વચ્ચે પણ ફિલ્મની બમ્પર કમાણી ચાલુ છે. પ્રોડક્શન બેનર ટી-સિરીઝે જણાવ્યું હતું કે, 'પ્રભાસ-સ્ટારરે હિન્દી ફિલ્મ માટે સૌથી વધુ સિંગલ-ડે બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે'. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સિનેમાથી ભરપૂર 'આદિપુરુષ'એ બોક્સ ઓફિસ પર જોરદાર અસર કરી છે. આ મેગ્નમ ઓપસે વૈશ્વિક બોક્સ ઓફિસ પર રૂપિયા 140 કરોડની શાનદાર ઓપનિંગ સાથે દિલ જીતી લીધા છે.