ચેન્નઈ: બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેમની શાનદાર ભૂમિકાઓ માટે પ્રખ્યાત અભિનેત્રી શોબાનાના ઘરે મોટી ચોરી થઈ હતી. આ ઘટના જાણીને થશે અચરજ. કારણ કે, શોબાનાના ઘરમાં 41,000 હજાર રુપિયાની ચોરી થઈ હતી. આ ચોરી કોઈ અન્યયે નહિં પરંતુ તેમના જ ઘરમાં કામ કરતી નોકરાણીએ કરી હતી. આવા કેસમાં હંમેશા એવુ બને છે કે, ચોરી કરનાર ને કાઢી મુકવામાં આવે છે અથવા તો તેમના પર કેસ દાખલ થાય છે. પરંતુ અહિં કઈંક દ્રશ્ય અલગ જ જોવા મળ્યું છે.
દાખલ કરી ફરિયાદ: આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી, જ્યારે શોબાનાની માતા આનંદમ દ્વારા રાખવામાં આવેલા પૈસા છેલ્લા કેટલાક મહિનાઓથી ધીરે ધીરે ગાયબ થવા લાગવા હતા. ઘરની સંભાળ રાખનાર પર શંકા કરતા, શોબાનાએ પોલીસને આ ઘટનાની જાણકારી આપી હતી. પોલીસ દ્વારા ચેન્નઈના થેનામપેટમાં તેમના શ્રીમાન શ્રીનિવાસ રોડ ખાતે સ્થિત નિવાસ્થાને તપાસ કરવામાં આવી હતી.
જાણો સમગ્ર ઘટના: ફરિયાદના આધારે તિનામપેટ પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી હતી, જે દરમિયાન વિજયાએ માર્ચ અને જૂન વચ્ચે પૌસની ચોરી કરી હતી તે તેમણે કબુલ કર્યું હતું. તપાસ બાદ આગળ જણાવ્યું હતું કે, તેમણે ચોરીની રકમ ઘરના કાર ડ્રાઈવર મુરુગનને આપી હતી. જેણે તેમને ગૂગલ પે દ્વારા વિજયાની પુત્રીને ટ્રાન્સફર કરી હતી. વિજ્યાએ કાર્ય કરવા પાછળનું કારણ ગરીબી જણાવ્યું હતું.
અભિનેત્રીએ લીઘેલો નિર્ણય: આશ્ચર્યની વાત એ છ કે, શોબાનાએ તેમની આ વતા જાણ્યાં પછી વિજ્યાના કાર્યો માટે ક્ષમા કરી હતી. એટલું જ નહિં પરંતુ દયાવાન શોભાએ તેમની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. શોબાનાએ નોકરીમાંથી કાઢી મુકવાને બદલે વિજયાને તેમની ફરજ પાછી સોંપવામાં આવી હતી. હવે રહ્યો પ્રશ્ન ચોરી કરેલી રકમનો. આ રકમ વિજયાના પગારમાંથી કાપી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઠરાવ સાથે શોબાનાના પરિવારમાં વિવાદ સમાપ્ત થયો હતો. શોબાના તેમની માતા આનંદમ સાથે રહે છે અને ભરતનાટ્યમના વર્ગો ચલાવે છે.