ETV Bharat / entertainment

Actress Parineeti Chopra: પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી, અહિં જુઓ લેટેસ્ટ વીડિયો - અભિનેત્રી પરિણીતી ચોપરા

AAP સાંસદ રાઘવ ચઢ્ઢા સાથેના લગ્નની અટકળો વચ્ચે અભિનેત્રી પરિણીતી ચોપરા તારીખ 10 એપ્રિલે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. જ્યારે તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ પોતાની સ્ટાઈલમાં જવાબ આપ્યો હતો. આ દરમિયાન AAP નેતા સંજીવ અરોરા અને ગાયક હાર્ડી સંધુએ પરિણીતી અને રાઘવ ચઢ્ઢાને તેમના આગળના જીવન માટે અભિનંદન પાઠવ્યા હતાં.

Actress Parineeti Chopra: પરિણીતી ચોપરા મુંબઈ એરપોર્ટ પર જોવા મળી, અહિં જુઓ લેટેસ્ટ વીડિયો

author img

By

Published : Apr 6, 2023, 4:22 PM IST

મુંબઈઃ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ અઠવાડિયાથી ચર્ચામાં છે. બંને ઘણીવાર સાથે જોવા મળ્યા છે. ત્યારથી પ્રારંભિક સગાઈની અટકળો છે. સોશિયલ મીડિયા પર પરિણીતીનો એક નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો બુધવાર સાંજનો હોવાનું કહેવાય છે, જેમાં પરિણીતી મુંબઈ એરપોર્ટ પર પ્રવેશતી જોવા મળે છે. વીડિયોમાં અભિનેત્રી ચમકદાર લાલ સ્વેટર, બ્લેક પેન્ટ અને લાંબા બૂટમાં જોવા મળે છે. અભિનેત્રી માથું નીચે રાખીને હસતી જોવા મળે છે.

આ પણ વાંચો: Raveena Tandon: રવિના ટંડનને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા કરાયા પદ્મશ્રીથી સન્માનિત, ચાહકોએ પાઠવ્યા અભિનંદ

પરિણીતી ચોપરાનો લેટેસ્ટ વિડિયો: જ્યારે પેપ્સ તરફથી લગ્ન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે પરિણીતીએ કહ્યું હતું કે, તે હાલમાં લંડન જઈ રહી છે. અભિનેત્રીએ વધુમાં મજાકમાં જણાવ્યું હતું કે, જો તેને કોઈ શંકા હોય તો તે તેને તેનો બોર્ડિંગ પાસ બતાવી શકે છે. ઘણા અહેવાલોમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા તારીખ 10 એપ્રિલના રોજ સગાઈ કરશે. AAP સાંસદ રાધવ ચઢ્ઢા સાથે લગ્ન અને સગાઈની અટકળો પર પરિણીતીએ મૌન સેવી લીધું છે. સાથે જ રાઘવે આ મુદ્દે હળવો જવાબ આપ્યો હતો. રાજકારણ વિશે પૂછો, પરિણીતિ વિશે નહીં.

આ પણ વાંચો: Press Conference : સલમાન ખાને ફિલ્મફેર એવોર્ડને લઈ કર્યો મોટો ખુલાસો, જે જાણીને થશે અચરજ

પરિણીતી અને રાઘવના લગ્નની ચર્ચા: દરમિયાન AAP નેતા સંજીવ અરોરા અને ગાયક હાર્ડી સંધુએ પણ અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢાને તેમના આગળના જીવન માટે અભિનંદન પાઠવ્યા છે. અભિનેત્રી પરિણીતી ચોપરા અને AAP સાંસદ રાઘવ ચઢ્ઢા તાજેતરના દિવસોમાં દિલ્હી-મુંબઈ એરપોર્ટ અને અન્ય ઘણી જગ્યાએ સાથે જોવા મળ્યા હતા. ત્યારથી મીડિયામાં સતત બંનેના સમાચાર આવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.