હૈદરાબાદ: હાલમાં બિગબી હૈદરાબાદમાં તેમની આવી રહેલી ફિલ્મ 'પ્રેજેક્ટ કે'નું શૂટિગ કરતી વખતે ઈજાગ્રસ્ત થયા હતાં. આવી ઘટના ભૂતકાળમાં પણ થઈ હતી. તારીખ 26 જુલાઈ 1982માં ફિલ્મ કુલીનું શૂટિંગ બેંગ્લોરમાં ચાલી રહ્યું હતું. આ દરમિયાન એક એક્શન સીનમાં પુનીત ઈસારે અમિતાભના ચહેરા પર મુક્કો માર્યો હતો. આ મુક્કો વાગતા જ અભિનેતા ટેબલ પર પડી ગયા હતા. અભિનેતા જે 'કુલી' માટે પોતાનો સ્ટંટ કરી રહ્યો હતો, તેણે કૂદકો મારવાની ભૂલ કરી હતી.
-
"In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home," posts Amitabh Bachchan.
— ANI (@ANI) March 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL
">"In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home," posts Amitabh Bachchan.
— ANI (@ANI) March 6, 2023
(pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL"In Hyderabad at shoot for Project K, during an action shot, got injured, rib cartilage popped broke & muscle tear to the right rib cage. Cancelled shoot, did doctor consult & scan by CT at AIG Hospital in Hyderabad & flown back home," posts Amitabh Bachchan.
— ANI (@ANI) March 6, 2023
(pic 2: file pic) pic.twitter.com/BqHu6yKirL
કુલીના શૂટિંગમાં અભિનેતા ઈજાગ્રસ્ત: આ સીન સારી રીતે શૂટ થઈ ગયા બાદ બધાએ તાળીઓ પાડી હતી. પરંતુ થોડા સમય પછી અમિતાભને પેટમાં દુખાવો શરું થઈ ગયો હતો. જે મોક પંચ માનવામાં આવતું હતું તે તેના આંતરડા પર એક કારમી ફટકામાં ફેરવાઈ ગયું હતું જેના કારણે આંતરડાને ગંભીર નુકસાન થયું હતું. તેમને સેન્ટ ફિલોમિના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.અમિતાભને દુખાવો ધીરે ધીરે ખુબજ વધી ગયો હતો. પરંતુ લોહી નીકળતું નહોતું, જેના કારણે બધાએ તેને નાની ઈજા સમજીને તેની અવગણના કરી હતી. ત્યાર બાદ પેટ પર મલમ લગાવવામાં આવ્યુું હતું. મલમથી છુટકારો ન મળતા અમિતાભ હોટલમાં ગયા હતા. ત્યાં ડોક્ટર સાથે વાતચિત કર્યા બાદ પેઈન કિલર પી લીધું હતું. બીજા દિવસે પણ જ્યારે દુખાવો ઓછો ન થયો ત્યારે અમિતાભના ફિઝિશિયનને બોલાવવામાં આવ્યા હતાં. તેણે બિગ બીના ઘણા ટેસ્ટ કરાવ્યા પણ બીમારી પકડાઈ ન હતી.
અભિનેતાની ડૉક્ટરો દ્વારા સારવાર: જ્યારે ડોકટરોએ એક્સ રે બરાબર તપાસ્યું, ત્યારે ડાયાફ્રેમ હેઠળ ગેસ દેખાતો હતો, જે ફક્ત ફાટેલા આંતરડામાંથી જ આવી શકે છે. અમિતાભની હાલત વધુ ખરાબ થઈ રહી હતી. ત્યારે ડોક્ટરે કહ્યું કે, તરત જ ઓપરેશન કરાવવું પડશે. બિગ બીના શરીરમાં ઈન્ફેક્શન ફેલાઈ ગયું હતું. અમિતાભને ખૂબ તાવ આવી રહ્યો. તેમને વારંવાર ઉલ્ટીઓ થઈ રહી હતી.. તેના હૃદયના ધબકારા ખુબ વધી ગયાં હતાં. આ દરમિયાન તેઓ કોમામાં ચાલ્યા ગયા.
આ પણ વાંચો: Janhvi Kapoor Ntr 30: ચાહકોને જન્મદિવસ પર જાનવીની મોટી ભેટ, ડેબ્યૂ સાઉથ ફિલ્મનો ફર્સ્ટ લુક કર્યો શેર
અમિતાભ બચ્ચનનું ઓપરેશન: ડોક્ટરોએ અમિતાભનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશના પુર્ણ થઈ ગયા પછી બીજા દિવસે અભિનેતાને ન્યુમોનિયા થયો હતો. અમિતાભની તબિયત સતત બગડતી જતી હતી. ત્યારબાદ ડોક્ટરોએ તેમને મુંબઈ રેફર કરવાનો નિર્ણય કર્યો હતો. મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં 8 કલાક સુધી ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દેશભરમાંથી ચાહકો તેમના સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા હતા. ડોક્ટરોની મહેનત અને ચાહકોની પ્રાર્થનાને કારણે અમિતાભ બચ્ચન સ્વસ્થ થયા અને ઘરે પાછા ફર્યા હતા.