મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિશેષ કાર્યક્રમ 'મન કી બાત'ના તાજેતરમાં 100 એપિસોડ પૂરા થયા છે. આ કાર્યક્રમ દ્વારા PM મોદી સીધા દેશના લોકો સાથે જોડાય છે. હવે આ કાર્યક્રમ પર બોલિવૂડ સ્ટાર આમિર ખાને પોતાનો અભિપ્રાય આપ્યો છે. હવે પીએમ મોદીના આ કાર્યક્રમ પર આમિર ખાનનું નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.
-
#WATCH | 'Mann Ki Baat' has had a huge impact on the people of India, says Aamir Khan at "Mann Ki Baat@100" National Conclave in Delhi. pic.twitter.com/Jx7yUn7uOM
— ANI (@ANI) April 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | 'Mann Ki Baat' has had a huge impact on the people of India, says Aamir Khan at "Mann Ki Baat@100" National Conclave in Delhi. pic.twitter.com/Jx7yUn7uOM
— ANI (@ANI) April 26, 2023#WATCH | 'Mann Ki Baat' has had a huge impact on the people of India, says Aamir Khan at "Mann Ki Baat@100" National Conclave in Delhi. pic.twitter.com/Jx7yUn7uOM
— ANI (@ANI) April 26, 2023
આમિર ખાન મન કી બાત: 'મન કી બાત'ને લઈને નવી દિલ્હીમાં એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમિર ખાને પણ ભાગ લીધો હતો. આ કોન્ફરન્સમાં જ્યારે આમિર ખાનને 'મન કી બાત' કાર્યક્રમ વિશે બોલવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ''આ કોમ્યુનિકેશનનું એક મજબૂત પગલું છે, જેની લોકો પર ખૂબ જ અસર પડે છે. PM મોદીએ ખરેખર ઘણું સારું કામ કર્યું છે અને આ એક ખાસ પહેલ છે.''
આ પણ વાંચો: Diljit Dosanjh Reaction: દિલજીત દોસાંજ ટ્રોલ્સના નિશાના પર, ફેક ન્યૂઝ ફેલાવતા આપી જોરદાર પ્રતિક્રિયા
આમિર ખાનનું નિવેદન: એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને મન કી બાત પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે આમિર ખાનને પૂછવામાં આવ્યું કે, શું PM મોદી 'મન કી બાત'માં પોતાના મનની વાત કરે છે, તો આમિરે કહ્યું કે, તે તેમનો વિશેષાધિકાર છે, દેશ સાથે જોડાવું અને લોકો માટે ખાસ વસ્તુઓ કરવી એ સારું કામ છે.
આમિર ખાનનો વર્કફ્રન્ટ: આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં જોવા મળ્યા હતા. 'લાલ સિંહ ચઢ્ઢા' ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી નહિં. આ પછી આમિર ખાને એક વર્ષ માટે ફિલ્મમાંથી બ્રેક લીધો છે.