ETV Bharat / entertainment

Box Office Collection: '3 એક્કા' ફિલ્મનો જાદુ ઓસરી ગયો, 18 દિવસમાં આટલી કમાણી કરી - 3 એક્કા બોક્સ ઓફિસ કલેક્શન

મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે શરુઆતથી જ થિયેટરોમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હાલમાં આ ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોક્સ ઓફિસ પર સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તુ' રિલીઝ થતા '3 એક્કા'ની કમાણી પર અસર થઈ શકે છે.

'3 એક્કા' ફિલ્મનો જાદુ ઓસરી ગયો, 18 દિવસમાં આટલી કમાણી કરી

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 12, 2023, 10:30 AM IST

હૈદરાબાદ: '3 એક્કા' ફિલ્મે 18 દિવસમાં બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે. 18 દિવસમાં બોક્સ ઓફિસ પર લગભગ 22 કરોડથી પણ વધુ ઈન્ડિયા નેટ કમાણી કરી છે. તાજેતરમાં સિદ્ધાર્થ રાંદેરિયા અભિનીત ફિલ્મ 'હું અને તું' સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. ત્યારે આ ફિલ્મ રિલીઝ થતા મલ્હાર ઠાકર અને યશ સોની સ્ટારર ફિલ્મને થિયેટરોમાં ટકવા મુશ્કેલી પડી શકે છે. '3 એક્કા' ફિલ્મે ત્રીજા સપ્તાહમાં કેટલી કમાણી કરી તેના પર એક નજર કરીએ.

3 એક્કા ફિલ્મની બે સપ્તાહની કમાણી: '3 એક્કા' ફિલ્મે પ્રથમ દિવસે 1.19 કરોડ રુપિયાની કમાણી સાથે શરુઆત કરી હતી. આ ફિલ્મે બોકસ ઓફિસ પર બે સપ્તાહ પુરા કર્યા છે અને હવે ત્રીજા સપ્તાહમાં ચાલી રહી છે. ત્યારે '3 એક્કા' ફિલ્મે પ્રથમ સપ્તાહમાં લગભગ કુલ 12.56 કરોડ રુપિયાની કમાણી કરી હતી. બીજા સપ્તાહમાં લગભગ 16.32 કરોડ રુપિયાની કમાણી કરી હતી.

3 એક્કા ફિલ્મની 18 દિવસની કુલ કમાણી: '3 એક્કા' ફિલ્મની બોક્સ ઓફિસ પર ત્રીજા સપ્તાહની કમાણી પર નજર કરીએ તો, 15માં દિવસે 0.85 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 16માં દિવસે 1.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 17માં દિવસે 1.75 કરોડ અને 18માં દિવસે 0.98 કરોડ રુપિયાની કમાણી કરી હતી. આમ 18 દિવસમાં '3 એક્કા' ફિલ્મે લગભગ કુલ 22.21 કરોડ રુપિયા ઈન્ડિયા નેટ કમાણી કરી છે.

3 એક્કા ફિલ્મની સ્ટારકાસ્ટ: રાજેશ શર્મા દ્વારા નિર્દેશિત ફિલ્મ '3 એક્કા'માં મલ્હાર ઠાકર, મિત્ર ગઢવી, એશા કંસારા, કિંજલ રાજપ્રિયા, યશ સોની, તર્જની ભાડલા અને હિતુ કનોડિયા સામેલ છે. તારીખ 15 સપ્ટેમ્બરના રોજ સિદ્ધાર્થ રાંદેરિયા અને સોનાલી લેલે દેસાઈ અભિનીત ફિલ્મ 'હું અને તું' રિલીઝ થવા જઈ રહી છે. ત્યારે આ ફિલ્મ થિયેટરોમાં આવતા '3 એક્કા' ફિલ્મની કમાણી પર અસર થઈ શકે છે.

  1. Rajinikanth Upcoming Films: લોકેશ કનાગરાજ સાથે રજનીકાંતની આગામી ફિલ્મ 'થલાઈવર 171'ની જાહેરાત
  2. The Great Indian Family Trailer: વિકી કૌશલની આગામી ફિલ્મ 'ધ ગ્રેટ ઈન્ડિયન ફેમિલી', જાણો ક્યારે રિલીઝ થશે ટ્રેલર
  3. Pushpa 2 Release Date: અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ 'પુષ્પા 2'ની રિલીઝ ડેટ આવી સામે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.