અમદાવાદ: ગુજરાતની ચર્ચામાં રહેલી ફિલ્મ '3 એક્કા'એ 10માં દિવસે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી છે. મલ્હાર ઠાકર અને યશ સોની અભિનીત '3 એક્કા' ફિલ્મે દર્શકોને પ્રભાવિત કર્યા છે. આ ફિલ્મની સફળતાને લઈને સ્ટારકાસ્ટ ખુબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન યશ સોનીએ એક વીડિયોમાં ચાહકોનો આભાર પણ માન્યો હતો.
3 એક્કા બોક્સ ઓફિસ કલેક્શન: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના અહેવાલ અનુસાર, '3 એક્કા' ફિલ્મે પ્રથમ 10 દિવસોમાં બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કર્યું છે અને લગભગ 18.61 કરોડની ઈન્ડિયા નેટ કમાણી કરી છે. '3 એક્કા' ફિલ્મનું ઈન્ડિયા નેટ કલેક્શનમાં દિવસ પ્રમાણે જોઈએ તો, પ્રથમ દિવસે 1.19 કરોડ, બીજા દિવસે 1.8 કરોડ, ત્રીજા દિવસે 2.76 કરોડ, ચોથા દિવસે 1.21 કરોડ, પાંચમાં દિવસે 1.4 કરોડ, છઠ્ઠા દિવસે 2.8 કરોડ અને સાતમાં દિવસે 1.4 ઈન્ડિયા નેટ કમાણી કરી છે. આમ આ ફિલ્મે પ્રથમ સપ્તાહના અંતમાં લગભગ 12.56 કરોડનું કલેક્શન કર્યું હતું.
બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 11: સેકનિલ્કના અહેવાલ અનુસાર, '3 એક્કા' ફિલ્મ બીજા સપ્તાહમાં પ્રવેશી ચૂકી છે. જેમાં 8માં દિવસે 1.23 કરોડ, 9માં દિવસે 1.89 કરોડ અને 10 દિવસે 2.93 કરોડ રુપિયાની ઈન્ડિયા નેટ કમાણી કરી છે. 10મા દિવસે રવિવાર હતો, જેના કારણે 8 અને 9માં દિવસની સરખાણીએ બોક્સ ઓફિસના કલેક્શનમાં વધારો જોવા મળે છે. હાલ આ ફિલ્મ 11માં દિવસે ચાલી રહી છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના રિપોર્ટ અનુસાર, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 11માં દિવસે (પ્રારંભિક અંદાજ અનુસાર) 1.12 કરોડની કમાણી કરી શકે છે અને કુલ બોક્સ ઓફિસ કલેકશન 19.73 કોરડ થઈ શકે છે.
ફિલ્મના કલાકારો: '3 એક્કા' ફિલ્મ તારીખ 25 ઓગસ્ટના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી હતી. હાલમાં આ ફિલ્મ બીજા સપ્તાહમાં ચાલી રહી છે. '3 એક્કા' ફિલ્મ રાજેશ શર્મા દ્વારા નિર્દેશિત છે. મલ્હાર ઠાકર, યશ સોની, એશા કંસારા, હિતુ કનોડિયા, કિંજલ રાજપ્રિયા, તર્જની ભાડલા દ્વારા અભિનીત ફિલ્મ છે. આ ફિલ્મમાં યશ સોની અને મલ્હાર ઠાકરનો જાદુ બોક્સ ઓફિસ પરર છવાઈ ગયો છે.