ન્યૂયોર્ક: વર્ષ 1990 ના દાયકાની બાળકોની શ્રેણી માઇટી મોર્ફિન પાવર રેન્જર્સમાં ગ્રીન પાવર રેન્જર ટોમી ઓલિવરની ભૂમિકા ભજવનાર જેસન ડેવિડ ફ્રેન્કનું અવસાન થયું (Jason David Frank dead) છે. તેઓ 49 વર્ષના હતા. ફ્રેન્કના મેનેજર જસ્ટીન હંટે રવિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફ્રેન્કનું નિધન થયું છે. તેમણે મૃત્યુના કારણનું નામ લીધું ન હતું. આ ઉપરાંત તેનું મૃત્યુ ક્યારે થયું તે જણાવ્યું ન હતું. વોલ્ટર એમેન્યુઅલ જોન્સ મૂળ બ્લેક પાવર રેન્જર કે, જેમણે માઇટી મોર્ફિન પાવર રેન્જર્સ (Mighty Morphin Power Rangers) માં ફ્રેન્ક સાથે સહ અભિનય કર્યો હતો.
"તે વિશ્વાસ કરી શકતો નથી. અમારા વિશેષ પરિવારના અન્ય સભ્યને ગુમાવવાથી મારું હૃદય દુઃખી છે." -- જોન્સે
પૃથ્વીને દુષ્ટતાથી બચાવવું: માઇટી મોર્ફિન પાવર રેન્જર્સ પૃથ્વીને દુષ્ટતાથી બચાવવા માટે નિયુક્ત કરાયેલા લગભગ 5 કિશોરો, વર્ષ 1993માં ફોક્સ પર ડેબ્યૂ કર્યું અને એક પોપ કલ્ચરની ઘટના બની. પ્રથમ સીઝનની શરૂઆતમાં ફ્રેન્કના ટોમી ઓલિવરને સૌપ્રથમ વિલન તરીકે જોવામાં આવ્યો હતો. જે દુષ્ટ રીટા રેપલ્સા દ્વારા બ્રેઈનવોશ કરવામાં આવ્યો હતો. પરંતુ તરત જ તેને ગ્રીન રેન્જર તરીકે જૂથમાં સામેલ કરવામાં આવ્યો અને તે શોના સૌથી લોકપ્રિય પાત્રોમાંનો એક બન્યો હતો.
મોર્ફિન પાવર રેન્જર્સ: જો કે તેની ભૂમિકા કાયમી રાખવાનો હેતુ ન હતો. ફ્રેન્કને પાછળથી વ્હાઇટ રેન્જર અને ટીમના નેતા તરીકે પાછો લાવવામાં આવ્યો હતો. સમગ્ર સ્પિનઓફ ટીવી સિરીજમાં, ફ્રેન્કનો ટોમી ઓલિવર અન્ય રેન્જર્સ તરીકે પાછો ફર્યો હતો. જેમાં રેડ ઝીઓ રેન્જર, રેડ ટર્બો રેન્જર અને બ્લેક ડિનો રેન્જરનો સમાવેશ થાય છે.
માર્શલ આર્ટના પ્રેક્ટિશનર: એ પાવર રેન્જર્સ મૂવીમાં પણ તેની ભૂમિકા ભજવી હતી. વર્ષ 2017 રીબૂટ પાવર રેન્જર્સમાં કેમિયો કર્યો હતો. માર્શલ આર્ટના પ્રેક્ટિશનર, ફ્રેન્કે વર્ષ 2009 અને વર્ષ 2010માં ઘણી મિશ્ર માર્શલ આર્ટ સ્પર્ધાઓમાં લડ્યા હતા. અગાઉના અહેવાલો સૂચવે છે કે, ફ્રેન્કની બીજી પત્ની ટેમી ફ્રેન્કે ઓગસ્ટમાં તેમની પાસેથી છૂટાછેડા માટે અરજી કરી હતી. ફ્રેન્કના 4 બાળકો છે.