મુંબઈ: સુપરસ્ટાર હિરો પ્રભાસના ચાહકો માટે આવ્યાં છે ખુશીના સમાચાર. જ્યારથી પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ 'આદિપુરુષ'ની જાહેરાત થઈ, ત્યારથી ચાહકો તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી નિર્માતાઓએ ફિલ્મનું ટીઝર રજૂ કર્યું છે, ત્યારથી નેટીઝન્સ તેને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા. તારીખ 30 માર્ચે રામ નવમીના ખાસ અવસર પર 'બાહુબલી' અભિનેતા પ્રભાસ અને નિર્માતાઓએ ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Vikram Thakor: વિક્રમ ઠાકોરનું નવું ગીત 'હું શ્યામ તારો તું રાધા મારી' રિલીઝ
આદિપુરુષનું નવું પોસ્ટર રિલીઝ: તારીખ 16 જૂન 2023ના રોજ રીલિઝ થનારી આ મહાન રચનામાં પ્રભાસ, કૃતિ સેનન ઉપરાંત સૈફ અલી ખાન, સની સિંહ અને ઘણા કલાકારો છે. લાઇટની ચમક સાથે, 'આદિપુરુષ'ના નિર્માતાઓએ રામ નવમીના શુભ અવસર પર ફિલ્મનું અદભૂત પોસ્ટર રિલીઝ કરીને ચાહકોને ખુશ કરી દીધા છે. પોસ્ટરમાં પ્રભાસ રાઘવ તરીકે, કૃતિ સેનન જાનકી તરીકે, સન્ની સિંહ શેષ તરીકે અને દેવદત્ત નાગ બજરંગ તરીકે તેને સલામ કરતો દેખાડવામાં આવ્યો છે. 'આદિપુરુષ'નું નવું પોસ્ટર શેર કરતાં પ્રભાસે લખ્યું છે કે, 'મંત્રો સે બઢકે તેરા નામ, જય શ્રી રામ.'
આ પણ વાંચો: Anushka Sharma: ટેક્સ વિભાગની નોટિસને હાઈકોર્ટમાં પડકારી, અનુષ્કાની નોટિસની તાત્કાલિક સુનાવણી નહીં
આદિપુરુષની સ્ટોરી: 'આદિપુરુષ'માં પ્રભાસ 'રાઘવ'ની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે 'સોનુ કે ટીટુ કી સ્વીટી' અભિનેતા સની સિંહ ભગવાન રામના નાના ભાઈ 'લક્ષ્મણ'ના રોલમાં જોવા મળશે. આ સાથે સૈફ અલી ખાન લંકાપતિ લંકેશ 'રાવણ'નું પાત્ર ભજવતો જોવા મળશે. આ સિવાય કૃતિ સેનન માતા 'સીતા'ના રોલમાં જોવા મળશે. 'આદિપુરુષ'ની સ્ટોરી 7000 વર્ષ જુની છે. જ્યારે અયોધ્યાના રાજા રાઘવ તેમની પત્ની જાનકીને રાવણથી મુક્ત કરવા લંકા ગયા હતા. તારીખ 16 જૂન 2023ના રોજ પ્રભાસ અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ વૈશ્વિક સ્તરે રિલીઝ કરવામાં આવશે.