જેમણે 2017માં લુણાવાડા વિધાનસભા બેઠક જીત્યાબાદ ભાજપને પોતાનો બિનશરતી ટેકો જાહેર કર્યો હતો. પરંતું મુળ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈને રાજકારણમાં આવ્યા હતા. તેઓને કોંગ્રેસ દ્વારા ટિકિટ ન આપતા અપક્ષમાં ઉમેદવારી વિધાનસભા ચૂંટણી વખતે કરી હતી. જે બાદ જીતીને ભાજપને બિનશરતી ટેકો જાહેર કર્યો હતો.
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચુંટણીમાં ભાજપે 18 પંચમહાલ લોકસભા બેઠક પર રતનસિંહ રાઠોડને ટિકિટ આપી હતી, જેઓ હાલમાં લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય છે. તેમની સામે લોકસભામાં કોંગ્રેસના ઉમેદવાર વેચાટ ખાંટને 428541 મતથી હરાવ્યા હતા. જેથી તેઓએ ધારાસભ્ય પદેથી લુણાવાડા વિધાનસભામાંથી રાજીનામુ આપ્યું છે.