મોરબી જિલ્લા પંચાયત કોંગ્રસના સદસ્ય મુકેશભાઈ ગામીએ ચુંટણી અધિકારીને કરેલી લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે, લોકસભા ચૂંટણીની પ્રક્રિયા ચાલુ ત્યારે આચારસંહિતા પણ લાગુ છે, ત્યારે કચ્છ લોકસભા ચૂંટણી કાર્યક્ષેત્ર હેઠળના મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેન્ડમાં નામ જોગ લખીને બેનર મુકવામાં આવ્યા છે.
આ બેનરમાં "એર સ્ટ્રાઈકના પુરાવા માંગનાર પક્ષે મત માંગવા આવવું નહિ" ખરેખર આદર્શ આચારસંહિતાનો સરેઆમ ભંગ થાય છે, કોઈપણ રીતે સેનાને કે સેનાની કોઈપણ કાર્યવાહી જેવી કે સર્જીકલ સ્ટ્રાઈકને ગુપ્ત બાબતને આ રીતે ચુંટણીમાં મતદારોને ગુમરાહ કરવામાં દુરુપયોગ કરવો એ કાનૂની ભંગ બને છે.