લોકસભા ચૂંટણી અંતર્ગત રોજ સમગ્ર ગુજરાતમાં મતદાન થયું ત્યારે ગેરરીતી સર્જાય હતી. મશીનમાં ખામીઓ, ભાજપા દ્વારા આચારસંહિતાનો ભંગ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લી જીપમાં બેસી શક્તિપ્રદર્શન કરી આચાર સંહિતાનો ભંગ, જૂનાગઢના ધારાસભ્ય રવિરાજભાઈ વ્યાસની ખૂબ જ મોટી રકમ સાથે થયેલી ધરપકડ, ચૂંટણીમાં પણ ઘન અને દારૂના મારફતે પાર્ટીનો પ્રચાર કરવો સહિત અનેક મુદ્દા પર આરોપો લગાવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીને તથા ચૂંટણી પંચને સવાલો પૂછ્યા હતા તથા જલ્દીથી આ અંગે ન્યાય મળે તેવી માંગણી કરી હતી.
એક જ તબક્કામાં યોજાયેલી સમગ્ર ગુજરાતમાં ચૂંટણી બાદ કોંગ્રેસ પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટી પર આચારસંહિતા સહિત અનેક આરોપો લગાવવામાં આવ્યા હતા તથા ચૂંટણી પંચની કામગીરી પર સવાલો કરવામાં આવ્યા હતા ત્યારે જલ્દીથી ન્યાયિક તપાસ થાય અને ન્યાય મળે તેવી માંગ અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરાયો હતો.