હાર્દિકે સભા દરમિયાન ભાજપ ઉપર આકરા પ્રહારો કરીને કહયું હતું કે, આ સરકાર તાનાશાહોની સરકાર છે જ્યારે આવનારી ચૂંટણીમાં જો કોગ્રેસ જીતશે તો ખેડુતોનું દેવું માફ તેમજ ગરીબોને મજુરી અને બે રોજગારોને રોજગારી આપવાની ખાત્રી આપી હતી.
સાભામાં કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયાએ પણ ભાજપ તેમજ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે નોટબંધીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે લોકોના બેંક ખાતા બંધ થઈ ગયા પણ હજુ સુધી મોદીએ કરેલા 15 લાખના વાયદા સામે 15 પૈસા પણ નથી જમા કરાયા. માત્ર તેઓએ સમગ્ર દેશને 6 મહિના સુધી બેંકોની લાઈનમાં ઉભા રાખી દીધા હતા.
ખાસ કરીને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢના મોટાભાગની ધારાસભાની સીટો કોંગ્રેસ પાસે છે અને આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ સીટ ન ગુમાવે તે માટે ભાજપે કમર કસી છે પરંતું તેમના સામે કોંગ્રેસ પણ હાર્દિક પટેલને લઈને પટેલ સમાજના મતો મેળવવા કમર કસી છે ત્યારે આવનારી ચૂંટણીમાં કોણ બાજી મારશે તે જોવાનું રહેશે.