(ADR) એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફૉમ્સૅ દ્વારા બહાર પાડવામાં આવેલા ગુજરાત સર્વ 2018માં કહેવામાં આવ્યુ કે, સરકારે કૃષિ પર નબળી કામગીરી કરી છે. કૃષિ પાણી અને અવાજ પ્રદૂષણ સહિત ખરાબ પ્રદર્શન કર્યું છે.
આ સર્વે ઓક્ટોમ્બર અને ડિસેમ્બર 2018માં કરવામાં આવ્યો હતો.
સર્વે અનુસાર, સમગ્ર રાજ્યમાં મતદારોની મુખ્ય ચિંતા રોજગારની તકો( 42.68 ટકા) ,પીવાના પાણી (37.12 ટકા) અને આરોગ્ય સંભાળ (30.23 ટકા) હતી. સર્વેમાં જણાવાયું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ટોચની પ્રાથમિકતા એ કૃષિ માટે પાણીની ઉપલબ્ધતા (46 ટકા), કૃષિ ધિરાણની ઉપલબ્ધતા (45 ટકા) અને સબસિડી (44 ટકા) બીજ અને ખાતર માટે છે, અને આ તમામ મોરચે સરકારનુ પ્રદર્શન સરેરાશ કરતા ઓછું રહ્યું છે.
શહેરી મતદારો માચે અવાજ પ્રદૂષણ (47 ટકા) અને રોજગારીની તકો (45 ટકા) તથા ટ્રાફિક સમસ્યા (49 ટકા) સતત ચિંતા સમાન રહી છે. પરંતુ રાજ્ય સરકારે આ મુદ્દે વિશેષ કંઈ કર્યું નથી.