ઓમ બિરલાનું ગુજરાત કનેક્શન
- હમણાં જ સંસદમાં PM મોદીએ ભાષણ આપ્યું, જેમાં બિરલાની ગુજરાત સાથે જોડાયેલી વાત યાદ કરી હતી.
- ખુદ પીએમ મોદીએ આજે ગુજરાતમાં ભૂકંપ વખતે બિરલાએ કરેલી સેવાને યાદ કરી હતી.
- 26મી જાન્યુઆરી 2001માં ગુજરાતમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો. જેમાં બિરલાએ પ્રભાવિત લોકોને રાહત પહોંચાડવા ડૉક્ટર સહિત 100 સભ્યોની ટીમનું નેતૃત્વ કર્યું
- આ દરમ્યાન સતત 10 દિવસ સુધી લોકોને ભોજન અને દવાઓ પહોંચાડી હતી.
- આ ઉપરાંત બારાં જિલ્લામાં સહરિયા જનજાતિના બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે તેમણે મિશન ચલાવ્યું હતું.
- કોટામાં આઇઆઇટીની સ્થાપના માટે તેમણે આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.
- બૂંદીના લોકોને ચંબાલનું પાણી અપાવા માટે પણ બિરલાએ કામ કર્યું હતું.
કોણ છે ઓમ બિરલા?
- ઓમ બિરલા રાજસ્થાનના કોટાથી સાંસદ છે અને બીજી વખત લોકસભા ચૂંટણી જીત્યા છે.
- આ પહેલાં બિરલા રાજસ્થાન સરકારમાં સંસદીય સચિવ રહી ચૂક્યા છે. 2014માં કેટલીય સંસદીય સમિતિઓમાં રહ્યા.
- આ સિવાય ઓમ બિરલા પાસે મેનેજમેન્ટની ક્ષમતા પણ સારી છે. મોટા નેતાઓ સાથે સંબંધ પણ સારા છે.
- કહેવાય છે કે, વસુંધરા રાજે સાથે તેમના સંબંધ બહુ ખાસ નથી.
- રાજકીય કેરિયરની વાત કરીએ તો ઓમ બિરલા 2014મા 16મી લોકસભાની ચૂંટણીમાં પહેલી વખત કોટાથી સાંસદ બન્યા.
- 2019ની લોકસભા ચૂંટણીમાં તેઓ ફરીથી આ જ બેઠકથી સાંસદ બન્યા.
- આ પહેલાં 2003, 2008, અને 2013મા કોટાથી જ ધારાસભ્ય બન્યા હતાં. આમ કુલ ત્રણ વખત ધારાસભ્ય અને બે વખત સાંસદ રહી ચૂક્યા છે.