કોટ્ટાયમઃ કેરળના કોટ્ટાયમ જિલ્લાના કરૂકાચલ પોલીસ (Kerala Crime Case) સ્ટેશનની સામે એક હૈયુ હચમચાવી નાંખે એવી ઘટના બની છે. જેમાં એક યુવતી પર એક શખ્સે હુમલો કરી દેતા યુવતી લોહી નીતરતી સ્થિતિમાં હોસ્પિટલ પહોંચી હતી. આ ઘટના ગુરૂવારે સવારના સમયે (woman Stabbed Case Kerala) બની હોવાનું જાણવા મળ્યું છે. કેરળ રાજ્યના પંપડીના કુટ્ટીચલની રહેવાસી એક યુવતી પોલીસ ફરિયાદ કરવા ગઈ ત્યારે આ ઘટના (kerala kottayam Woman Stabbed case) બની હતી. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે.
કોણ છે આરોપીઃ પોલીસમાંથી મળતી વિગત અનુસાર આ કેસમાં અખિલ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. યુવતી પર હુમલો કર્યા બાદ પોલીસે એને પકડી લીધો હતો. એવું પણ જાણવા મળ્યું કે, અખિલે યુવતીની પ્રપોઝલનો ઈન્કાર કરી દીધો હતો. જેના કારણે અખિલ એ યુવતીનો પીછો કરી રહ્યો હતો. એની પાછળ જઈને સતત એને હેરાન પરેશાન કરતો હતો. જ્યારે યુવતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગઈ એ સમયે યુવકે પોલીસ સ્ટેશન સામે યુવતી પર કાતરથી હુમલો કર્યો હતો.
પેટમાં મારવાનો પ્રયાસઃ આ કેસમાં આરોપીએ યુવતીના પેટમાં કાતર મારવા માટે પ્રયાસ કર્યા હતા. યુવતીએ એને રોકવા માટે પ્રયાસ કર્યા હતા. પણ ઝપાઝપીમાં યુવતીને કાતર હાથ પર વાગી ગઈ અને ખૂબ લોહી વહી ગયું હતું. યુવતી દોડીને પોલીસ સ્ટેશન પહોંચી ગઈ અને સમગ્ર વાત કહી દીધી હતી. પોલીસે યુદ્ધના ધોરણે આરોપીની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. યુવતીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ અને સારવાર આપવમાં આવી.
શું કહે છે પોલીસઃ પોલીસે કહ્યું કે, અખિલ આ યુવતીનો જૂનો મિત્ર છે. યુવતીએ એની સાથેના સંબંધો તોડ્યા એટલે યુવતી પર તેણે હુમલો કર્યો છે. એ સતત એને ફોલો કરી રહ્યો હતો. યુવતી એની મિત્ર સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે આવતી હતી. આ વાતની જાણ અખિલને થતા એ સહન કરી શક્યો ન હતો. એ કાતર લઈને યુવતીને મારવા માટે પહોંચ્યો હતો.