ETV Bharat / crime

Wife Swapping in Bikaner: પતિએ પત્નીને મિત્રો સાથે અનૈતિક સંબંધ રાખવાનું કહ્યું, તેણે ના પાડી તો પતિએ માર્યો ઢોર માર - 50 લાખ રૂપિયાના દહેજની માંગણી

બીકાનેરની એક હોટલમાં પત્નીની અદલાબદલી (Wife Swapping in Bikaner) જેવી ઘૃણાસ્પદ રમત ચાલી રહી હતી. મધ્યપ્રદેશના ભોપાલમાં એક મહિલાએ તેના હોટલ મેનેજર પતિ પર આ ગંભીર આરોપ લગાવતા કેસ દાખલ કર્યો છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

પતિએ પત્નીને મિત્રો સાથે અનૈતિક સંબંધ રાખવાનું કહ્યું, તેણે ના પાડી તો પતિએ માર્યો ઢોર માર

author img

By

Published : Oct 17, 2022, 6:53 PM IST

રાજસ્થાન: પત્નીની અદલાબદલીની રમતનો ભાગ ન બનવાને કારણે એક મહિલા પર તેના પતિ દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો. આ ઘટના રાજસ્થાનના બિકાનેરની એક મોટી હોટલમાં બની હતી. આ કેસ ભોપાલમાં નોંધવામાં આવ્યો છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું કે તેનો પતિ બિકાનેરની એક ફાઈવ સ્ટાર હોટલમાં મેનેજર છે. પતિએ તેણીને હોટલના રૂમમાં બંધ રાખી અને પત્નીની અદલાબદલીની ગેમમાં ભાગ લેવા દબાણ (Pressure for wife swapping ) કર્યું હતું.

બિકાનેરમાં પત્નીની અદલાબદલીઃ (Wife Swapping in Bikaner)મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પત્નીની અદલાબદલીની ગેમમાં ભાગ લેવાની ના પાડયા બાદ તેણે મારી જોડે કુદરત વિરુધ્ધનું કૃત્ય આચર્યું હતું. તેમજ નિર્દયતાથી ઢોર માર માર્યો હતો. જ્યારે મારા પરિવારજનોને આ અંગે માહિતી મળી તો તેઓ મને ભોપાલ લઈ આવ્યા હતાં. પતિના ત્રાસનો ભોગ બનેલી મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિ દ્વારા દારૂ પીવો, ડ્રગ્સ લેવો, અલગ-અલગ યુવતીઓ સાથે શારીરિક સંબંધ બાંધવો અને છોકરાઓ સાથે શારીરિક સંબંધ બાંધવો તે સામાન્ય બાબત છે. પતિએ તેના પર પત્નીની અદલાબદલીની રમતનો ભાગ બનવા માટે પણ દબાણ કર્યું હતું. જ્યારે તેણે આ અનૈતિક રમતનો ભાગ બનવાનો ઇનકાર કર્યો, ત્યારે તેણે તેણીને ઢોર માર માર્યો હતો. આ પછી પતિએ મારી સાથે કુદરત વિરુધ્ધનું કૃત્ય કર્યું હતું. આ દરમિયાન તેને ગંભીર ઈજાઓ પણ થઈ હતી. પરંતુ તે આ રમતનો ભાગ બનવા તૈયાર ન હતી.

50 લાખના દહેજની માગણીઃ મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા પતિ સાથે મળીને મારા સાસુ અને જેઠાણીએ 50 લાખ રૂપિયાના દહેજની માંગણી કરી (Demanding a dowry of 50 lakh rupees) હતી. માંગ પૂરી ન થતાં તેને સતત હેરાન કરવામાં આવતી હતી. તે હંમેશા તેણીને ટોણો મારતો હતો કે તે જૂના જમાનાની છે. મહિલાએ જણાવ્યું કે પતિની મારપીટથી તેની તબિયત બગડી હતી. આ પછી પણ તેના પતિની ક્રૂરતા ચાલુ રહી હતી.

ભોપાલ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસઃ મહિલાએ જણાવ્યું કે જ્યારે મારા માતા-પિતાને આ સમાચાર મળ્યા તો તેઓ મને અહીંથી લઈ ગયા હતા. આ પછી ભોપાલ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ મામલામાં મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અંજના ધુર્વેને જણાવ્યું કે આરોપી પતિ અને તેની સાસુ અને ભાભી વિરુદ્ધ કલમ 377, 498A, 323, 506, 34, 3/4 દહેજ પ્રતિબંધ અધિનિયમ હેઠળ કેસ (Cases under Dowry Prohibition Act) નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

શું છે વાઈફ સ્વેપિંગ - પહેલા કોઈ મોટી હોટલમાં સિક્રેટ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે, પછી બધા પુરુષો પોતાની કારની ચાવી એક વાટકામાં મૂકી દે છે. બાદમાં પત્નીઓએ તે ચાવી ઉપાડવાની હોય છે. હવે જે પત્ની પુરુષના કારની ચાવી મેળવે છે તેણે તેની સાથે જવું પડે છે. કેટલીકવાર તેમના લગ્ન બચાવવા માટે વાઇફ સ્વેપિંગ પણ કરવામાં આવે છે. સાથે જ ક્યારેક પત્નીની ઈચ્છા ન હોય તો પણ પતિના કારણે તેને બળજબરીથી આ બધામાં સામેલ થવું પડતું હોય છે, પહેલીવાર ઘણા પતિ પત્નીઓને છળકપટ કરી સાથે લઈ જાય છે. આના પર ઘણી ફિલ્મો બની છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.