- 8 પોલીસ મથકનો 8.36 કરોડના દારૂનો નાશ કરાયો
- પોલીસ મથકમાં જપ્ત કર્યો હતો દમણિયો દારૂ
- વલસાડ જિલ્લામાં સૌથી વધુ પકડાય છે દારૂ
વલસાડ: જિલ્લામાં દર વર્ષે ગુજરાતના અન્ય જિલ્લાઓ કરતા મોટીમાત્રામાં દારૂના કેસ નોંધાય છે. સૌથી વધુ દારૂનો જથ્થો પણ પકડાય છે. જેને સમયાંતરે નષ્ટ કરવામાં આવે છે. ગુરુવારે પણ આવા જિલ્લાના 8 પોલીસ મથકનો કુલ 8.36 કરોડના દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : અંબાજી પોલીસે 44 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો નાશ કર્યો
રોલર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો
ગુરુવારે વલસાડ જિલ્લાના ભિલાડ ચેકપોસ્ટ ખાતે દારૂની રેલમછેલ થઈ હતી. જોકે આ રેલમછેલ પોલીસે દારૂનો નાશ કરવાથી થઈ હતી. આ અંગે વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભિલાડ ચેકપોસ્ટ ખાતે જિલ્લાના 8 પોલીસ મથકનો દારૂ ટ્રક મારફતે મગાવી તેના પર રોલર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : જેતપુરના ડેડરવા ગામે અધિકારીઓની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરાયો
દારૂ પર રોલર ફેરવ્યા બાદ દારૂની તીવ્ર વાસ ફેલાઈ હતી
વલસાડ પોલીસે નામદાર કોર્ટની પરવાનગી લઈને આ દારૂનો નાશ કર્યો હતો. જેની કિંમત 8.36 કરોડ હતી. આ તમામ દારૂ દમણમાંથી ગુજરાતમાં લાવતા બુટલેગરો, દારૂડિયાઓ પાસેથી જપ્ત કરવામાં આવ્યો હતો.
PI, PSI સહિતના સ્ટાફની હાજરીમાં ખડકલો કરી તેના પર રોલર ફેરવવામાં આવ્યું
ભિલાડ ખાતે બંધ RTO ચેકપોસ્ટ પર તમામ દારૂનો જથ્થો ટ્રક મારફતે મગાવવામાં આવ્યો હતો. જે બાદ વાપી ટાઉન, GIDC, ડુંગરા, ભિલાડ, પારડી સહિતના પોલીસ મથકના PI, PSI સહિતના સ્ટાફની હાજરીમાં ખડકલો કરી તેના પર રોલર ફેરવવામાં આવ્યું હતું. આ સમયે આ વિસ્તારમાં દારૂની તીવ્ર વાસ ફેલાઈ હતી. અને દારૂ રસ્તા પર વહેતો સ્ટ્રોમ વોટર લાઈનમાં ગયો હતો.