ચેન્નાઈ: ચેન્નાઈમાં જ્વેલરી શોપમાંથી 20 લાખ રૂપિયાના હીરા અને 5 કરોડના નવ કિલો સોનાની ચોરીની ઘટના સામે આવી છે. સવારે જ્યારે માલિક દુકાન ખોલવા માટે પહોંચ્યો ત્યારે ચોરીની ઘટના સામે આવી હતી. પોલીસે ફરિયાદ નોંધી ચોરીની તપાસ શરૂ કરી છે. પોલીસે તસ્કરોને પકડવા માટે નવ ટીમો બનાવી છે.
આ પણ વાંચો: Vadodara Drugs case : શહેરમાં ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરી અટકાવી, એકની અટકાયત બે વોન્ટેડ
વેલ્ડીંગ મશીન વડે શટર કાપી ચોરી: પોલીસે જણાવ્યું કે, જ્વેલરી શોપના માલિકનું નામ શ્રીધર છે. શ્રીધર તેના પરિવાર સાથે પેરામ્બુરના પેપર મિલ્સ રોડ વિસ્તારમાં બે માળના મકાનમાં રહે છે. એ જ ઘરમાં નીચે તેમની જ્વેલરીની દુકાન છે. તે આઠ વર્ષથી જેએલ ગોલ્ડ પેલેસ નામની દુકાન ચલાવે છે. સૂત્રોએ વધુમાં જણાવ્યું કે, 'શ્રીધર હંમેશની જેમ રાત્રે પોતાની દુકાન બંધ કરીને ઘરે ગયો હતો. બીજા દિવસે જ્યારે તે દુકાન ખોલવા આવ્યો ત્યારે તેણે જોયું કે તેની દુકાનનું શટર કપાયેલું હતું. તસ્કરો વેલ્ડીંગ મશીન વડે શટર કાપીને રૂપિયા 20 લાખની કિંમતનું નવ કિલો સોનું અને હીરા લઈને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: Haldwani Theft Case: અદ્ભુત ચોર! સ્નાન કરી ખીચડી ખાધી બાદમાં દાગીના અને રોકડ લઈને ફરાર
સીસીટીવી કેમેરાની હાર્ડ ડિસ્ક પણ ચોરી: શ્રીધર લૂંટ કરનાર ટોળકી કોણ છે તે જાણવા માટે સીસીટીવી ફૂટેજ જોવા ગયો હતો. જો કે સીસીટીવીના વાયર કપાયા બાદ હાર્ડ ડિસ્ક પણ ચોરાઈ હોવાનું બહાર આવ્યું હતું. આનાથી ચોંકી ગયેલા શ્રીધરે શ્રી વીકે નગર પોલીસ સ્ટેશનને આની જાણ કરી. ચોરીની જાણ થતાં જ શ્રીધરે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી.
તસ્કરોને પકડવા માટે નવ ટીમો: જે રીતે દુકાનનું શટર કાપીને પછી તિજોરી કાપવામાં આવી હતી, તે પરથી સ્પષ્ટ થાય છે કે રીઢા ગુનેગારોએ આ ગુનો કર્યો હતો. અધિક પોલીસ કમિશનર અંબુએ જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ 6 વિશેષ દળોની રચના કરવામાં આવી છે અને તેઓ આ ચોરીની ઘટનાને સક્રિયપણે શોધી રહ્યા છે.આટલી મોટી ચોરીમાં નજીકના વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે અંગે પણ પોલીસ તપાસ કરી રહી છે.