ઉતર પ્રદેશ: ગોમતીનગર વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીર યુવતી સાથે દુષ્કર્મનો (Rape with girl)કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સગીરા સાથે તેના મિત્રએ જ દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, સગીરની યુવક સાથે ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા (Friendship on Instagram)થઇ હતી. સગીર તેના જ મિત્રને મળવા મંગળવારે લોહિયા પાર્ક ગઇ હતી.
ગોમતીનગરના એસએચઓ દિનેશ ચંદન મિશ્રાએ જણાવ્યું: ગોમતીનગર વિસ્તારમાં રહેતી એક સગીર છોકરી (16) પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે. સગીર તેના મિત્રને મળવા મંગળવારે લોહિયા પાર્ક આવી હતી. સગીરનો આરોપ છે કે યુવક તેને લોહિયા પાર્ક લઈ ગયો, જ્યાં તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. આ પછી સગીર તેના ઘરે ગઈ હતી. જ્યાં તેની તબિયત વધુ લથડતાં સંબંધીઓએ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરી પોલીસને જાણ કરી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે પીડિતાને તબીબી સારવાર માટે ઝલકારીબાઈ હોસ્પિટલમાં મોકલી હતી. તબીબી તપાસની સાથે પછી આરોપીઓ સામે FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
પૂર્વ ઝોનમાં અનેક ઘટનાઓ બની: લખનઉના પૂર્વ ઝોનમાં છેલ્લા એક સપ્તાહમાં દુષ્કર્મની ત્રીજી ઘટના સામે આવી છે. આ પહેલા ઓટો ડ્રાઈવર અને તેના સહયોગીએ 18 વર્ષની છોકરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો. તે જ સમયે, ગોમતી નગર વિસ્તારમાં એક મહિલાએ મંદિરના પૂજારી સહિત ચાર લોકો વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.