વડોદરાઃ શહેરના વરણામા ગામના અને હાલ પોર રમણગામડીના રહેવાસી જયેશ કાનજીભાઇ પરમાર પોર GIDCમાં સિક્યોરિટી કંપનીમાં નોકરી કરતા હતા અને GIDC માં જ ચાની લારી ચલાવતા હતા. સોમવારે વહેલી સવારે અજાણ્યા શખસે તેમની ચાની લારી પાસે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો. (Husband Kills Security Man)હત્યાની જાણ પત્ની ઉષાબહેન પરમારને થતાં ભારે આંક્રદ સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હત્યાના પગલે આસપાસના સ્થાનિક લોકો પણ દોડી આવ્યા હતા. આ બનાવે પોર રમણગામડી ગામમાં ચકચાર જગાવી મૂકી હતી. આ ઘટના અંગે વરણમાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.
અલગ-અલગ ટીમોઃ ઘટના ની જાણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચને થતાં પી.આઇ. કૃણાલ પટેલ પણ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા. મરનારની પત્ની અને સ્થાનિક લોકો પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને હત્યારો ફરાર થઈ ન જાય એ માટે અલગ-અલગ ટીમો બનાવી હત્યારાને ઝડપી પાડવા માટેની તજવીજ શરુ કરી હતી. આ દરમિયાન ગણતરીના કલાકોમાં પોલીસે મોતને ઘાટ ઉતારનાર મૂળ રહેવાસી વડોદરાના કિશનવાડી વિસ્તારમાં રહેતો અને એક માસથી જૂની GIDCમાં આવેલા રાકેશ પટેલના લાકડાની કંપનીમાં રહેતા 30 વર્ષીય રમીઝરાજા હનીફમહંમદ દાયમાને દબોચી લીધો હતો.
પત્ની સાથે આડાસંબંધની શંકામા વિધર્મીએ કરી જાહેરમાં હત્યા - આડાસંબંધની શંકામા વિધર્મીએ કરી જાહેરમાં હત્યા
વડોદરા શહેર નજીક પોર GIDC માં સિક્યોરિટી જવાન તરીકે ફરજ બજાવતા અને ચાની લારી ચલાવી ગુજરાન ચલાવતા વ્યક્તિની અજાણ્યા ઇસમે તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. (Husband Kills Security Man)વડોદરા જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દીધો છે. હત્યા કરનાર વિધર્મીની અટકાયત કરી હત્યાના બનાવનો પર્દાફાશ કર્યો છે. હાલમાં પોલીસની પ્રાથમિક તપાસમાં હત્યારાને પત્ની સાથે આડાસંબંધ હોવાની શંકા હોવાથી હત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.