ETV Bharat / crime

કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો - આરોપી ઓળખવામાં સફળતા

કપરાડાના ચાવશાળા ગામે પત્નીએ પ્રેમી અને કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી પતિને મોતને ઘાટ ઉતારતા (Husband killed by wife in Kaprada) પોલીસે પ્રેમી અને કિશોરની મધ્યપ્રદેશથી ધરપકડ કરી હતી.

http://10.10.50.85:6060///finalout4/gujarat-nle/finalout/28-November-2021/13762475_kaprada-murder-by-wife.mp4

author img

By

Published : Nov 28, 2021, 10:26 PM IST

  • રાત્રી દરમ્યાન પ્રેમીને ગામ બોલાવી પત્નીએ પતિની હત્યા કરી
  • ગ્રામ રક્ષક દળના યુવાનોને આરોપી ઓળખવામાં સફળતા
  • હત્યા કરી ફરાર થઇ જનારા પ્રેમીને પોલીસ મધ્યપ્રદેશથી શોધી લાવી

કપરાડા: તાલુકાના વિવિધ ગામોમાં ગ્રામ રક્ષક દળના જવનો રાત્રી પેટ્રોલિંગમાં તૈનાત હોય છે, તેમની સાતર્કતાને પગલે હત્યાનો ગુન્હો ઉકેલી કાઢવામાં પોલીસને સફળતા મળી છે. કાપરડા તાલુકાના ચાવશાળા ગામે ગત તારીખ 24ના રોજ વ્યક્તિએ પોલીસ મથક આવી તેના ભાઈના ઘર પાછળ ખેતરમાં મોઢાના ભાગે પથ્થર મારી તેને ગળે ટુંપો દઈ હત્યા કરી (Husband killed by wife in Kaprada) હોવાનું જણાવતા કપરાડા પોલીસ મથકના પ્રોબેશન પી.આઈ અને પી.એસ.આઈ સહિતની ટિમ ઘટના સ્થળે પોહચી તપાસ હાથ ધરી હતી.

કપરાડામાં પ્રેમાંધ બનેલ પત્નીએ પ્રેમી સાથે મળી પતિને મોતને ઘાટ ઉતાર્યો

પોલીસે પત્નીની ઉલટ તપાસ કરતા ભાંગી પડી

હત્યાની શંકાને આધારે મૃતક શંકરભાઈ ચૌધરીના પત્નીની ઉલટ તપાસ કરતા ભાંગી પડી હતી અને તેને વાપી ભડકમોરા ખાતે રહેતા અસફાક સાહિલ મુમતાઝ સાથે આડા સબંધ હોવાનું જણાવ્યું હતું અને ઘટનાની રાત્રે પત્નીએ તેના પ્રેમી અસફાક અને તેની સાથે અન્ય એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર સાથે મળી શંકર ચૌધરીની કરપીણ હત્યા (Kaprada murder case) કરી નાખી અને ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો: યુવતીના પ્રેમમાં પડેલા યુવાનને તાલિબાની સજા: ઝાડ સાથે બાંધી માર મારતા યુવાનનું મૃત્યુ

ગ્રામ રક્ષક દળના યુવાનો દ્વારા શકમંદના ફોટો લીધા હોય પોલીસને મહત્વની કડી મળી

જોકે પોલીસે ગ્રામ રક્ષક દળ (GRD)ના યુવનો દ્વારા લેવામાં આવેલ મોબાઈલ ફોટોના આધારે પ્રેમી અસફાક અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર બન્નેને મધ્યપ્રદેશથી લઇ આવી અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: પ્રેમલગ્ન કરનારી યુવતીની પતિના હાથે જ હત્યા, પતિએ પણ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.