ETV Bharat / crime

ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા - સુરતમાં ગાંજો

ઓડિશા STF (Special Task Force Odisha) ની મદદથી ગુજરાત ATS (Gujarat ATS Ahmedabad) અને સુરત SOGએ ત્રણ વર્ષથી છુપાતા ફરતા છ આરોપી ધરપકડ કરી છે. છ આરોપીઓ પૈકીના ત્રણ આરોપીઓ સુરતમાં ગાંજાની (Drugs Supplier) સપ્લાયમાં સંડોવાયેલા હતા. જ્યારે એક આરોપી પર રૂપિયા 7 કરોડની છેત્તરપિંડીનો (Cheating Case from Surat) કેસ છે. લોકેશન ટ્રેક કરીને પોલીસે આ તમામ ઓડિશામાં હોવાની ખાતરી કરી હતી.

ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

author img

By

Published : May 15, 2022, 4:22 PM IST

સુરત: ગુજરાત ATS અને સુરત SOG તરફથી કરવામાં આવેલા એક ચોક્કસ ઑપરેશનમાં (Surat SOG Special Operations) હત્યા, ડ્રગ્સ અને અન્ય ગુનામાં છુપાતા ફરતા છ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે. આ તમામ આરોપીઓને ઓડિશાથી (Accused Arrested from Odisha) પકડી પાડવામાં આવ્યા છે. તપાસમાંથી જાણવા મળ્યું છે કે, સંજય રાઉત નામનો વ્યક્તિ આ કેસમાં ગાંજાનો (Drugs Suppliers in Surat) મુખ્ય સપ્લાયર હતો. ગુજરાત ATSની મદદથી આ છ આરોપીઓ ઝડપાયા છે. વર્ષ 2010થી 2019 સુધી આ તમામ આરોપીઓ જુદા જુદા ગુનામાં પોલીસથી છુપાતા (Wanted Accused from Surat) ફરતા હતા.

ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ

આ પણ વાંચો:કેદી પર હુમલો : કાચા કામના કેદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો, શા કારણે થઇ માથાકૂટ?

વોન્ટેડ આરોપી પકડાયા: આ છ આરોપીઓમાંથી ત્રણ આરોપીઓ એવા હતા જેઓ NDPS અંતર્ગત વોન્ટેડની યાદીમાં રહ્યા હતા. જેમાંથી એક આરોપી સુરતના કતારગામ પોલીસ સ્ટેશમાં વોન્ટેડ હતો. આ ત્રણેય આરોપીઓ સુરત શહેર તથા અન્ય સ્થાન પર ગાંજાની સપ્લાય કરી ચૂક્યા છે. આ ત્રણેયને પકડવામાં સુરત SOGને એક મોટી સફળતા મળી છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ હત્યાના કેસમાં છુપાઈને ફરતા હતા. જે પૈકી એક આરોપી પર છેત્તરપિંડીનો કેસ થયેલો છે. આ તમામને પકડવામાં સુરત પોલીસની ટીમને સફળતા પ્રાપ્ત થઈ છે.

આ પણ વાંચો: Bapunagar Vehicle Fire : બાપુનગરમાં અડધી રાત્રે એક વ્યક્તિ ગાડીમાં આગ લગાવી ફરાર

આ રીતે ટ્રેક થયા: ગુજરાત ATS અને SGO તરફથી આ તમામને ટ્રેક કરવામાં આવ્યા હતા. છેત્તરપિંડીના કેસમાં સંડોવાયેલો આરોપી સુરતના ઉધનામાં ગરીબ માણસોના બચના પૈસાનું ફુલેકું ફેરવી રૂપિયા 7 કરોડ લઈને ફરાર થઈ ગયો હતો. આ માટે ઓડિશા STFની મદદ પણ ખાસ લેવામાં આવી હતી. ગાંજાની સપ્લાય કરતા ત્રણ આરોપીઓ મુખ્ય છે. જેઓ સુરત શહેરમાં ગાંજાની જુદા જુદા વિસ્તારમાં સપ્લાય કરતા હતા. તમામનું જ્યારે લોકેશન ટ્રેક કરવામાં આવ્યું ત્યારે તેઓ ઓડિશામાં હોવાનું જાણવા મળ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.