અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પર આવેલી વૈભવી હોટલમાં (Vaibhavi hotel located on Sindhubhan Road) યુવતીને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ (Ahmedabad Crime Case) ગુજારવામાં આવતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હૈદરાબાદમાં રહેતી 26 વર્ષીય યુવતી ગુગલમાં નોકરી કરે છે. થોડા સમય પહેલા મેટ્રીમોનિયલ સાઈટ (Matrimonial site) પરથી અમદાવાદના સરસપુર વિસ્તારમાં (Saraspur area of Ahmedabad) રહેતા આમીર શેખ નામનાં યુવક સાથે તેનો પરિચય થયો હતો.
IIMમાં એક સેમિનાર જે બાદ યુવતીના પરિવારજનોએ અમદાવાદ આવીને બન્ને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. થોડા સમય બાદ 13 ઓક્ટોબર 2022ના રોજ યુવતી અમદાવાદની IIMમમાં એક સેમિનારમાં (Seminar at IIM Ahmedabad) આવી હતી. સિંધુભવનની તાજ સ્કાયલાઈન હોટલમાં (Taj Skyline Hotel in Sindhubhan) રોકાઈ હતી. તે સમયે આમીર શેખ તેને મળવા માટે હોટલ ગયો હતો. આ સમયે તેઓ સાથે જમ્યા બાદ છુટા પડ્યા હતા.
આમા કશું ખોટુ નથી બીજા દિવસે આમીર શેખ ફરી તેને મળવા હોટલમાં ગયો હતો. રૂમમાં આવીને યુવતી માટે ચા બનાવવાનું કહીને તેને ચા પીવડાવી હતી. ચા પીતાની સાથે જ યુવતીને ચક્કર આવતા તે બેહોશ થઈ ગઈ હતી. થોડા કલાકો બાદ યુવતી ભાનમાં આવી ત્યારે તેણે જોયુ કે આમીર શેખ તેના બાજુમાં બેઠો અને તે નિવસ્ત્ર હાલતમાં હતી. જેથી યુવતીને પોતાની સાથે કઈંક ખોટુ (Ahmedabad Rape Case) થયુ હોવાની જાણ થઈ હતી. તેણે આ મામલે આરોપી સાથે ઝઘડો કરતા આરોપીઓ આમા કશું ખોટુ નથી. તેઓ પતિ પત્ની બનવાના જ છીએ એમ કહ્યું હતું.
યુવતીને ઠગાઈ થઈ હોવાનો અહેસાસ યુવતીને પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનો અહેસાસ થતા આમીર શેખને પરિવાર સાથે વાત કરી લગ્ન નક્કી કરવાનું કહેતા આમીર શેખે પરિવારને વાત કરવાનું કહીને તેણે આ બાબતે કોઈને જાણ ન કરવાનું કહ્યુ હતું. જે બાદ આમીરે શેખે યુવતી સાથે વાત કરવાનુ ઓછુ કરી નાખ્યુ હતું.
ફરિયાદ જીરો નંબરથી ટ્રાન્સફર જે બાદ યુવતીએ મોટી બહેનને આ ઘટના અંગે જાણ કરતા તે યુવકના પિતા પાસે પહોંચી હતી. જ્યાં યુવકના પિતાએ દિકરાના લગ્ન યુવતી સાથે નહીં કરાવે તેના લગ્ન બીજે કરાવાનું જણાવ્યુ હતું. જે બાદ અંતે આ મામલે યુવતીએ હૈદરાબાદમાં સાયબરાબાદ પોલીસ મથકે (Cyberabad Police Station in Hyderabad) ફરિયાદ નોંધાવતા ફરિયાદ જીરો નંબરથી ટ્રાન્સફર થઈને સરખેજ પોલીસ મથકે પહોંચતા પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી આમીર શેખની ધરપકડ કરી છે.