અમદાવાદ શહેરની SOG ક્રાઈમ બ્રાન્ચે (Ahmedabad SOG Crime Branch) ડુપ્લીકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે. આ ફેક્ટરીમાં વિદેશ જવા માટે થઈને જે કોઈપણ ડોક્યુમેન્ટોની જરૂર પડતી હોય તેવા તમામ પ્રકારના દસ્તાવેજો આ ફેક્ટરીમાં બનાવવામાં આવતા હતા. શહેરના દિલ્હી દરવાજા પાસે બીજી ટાવરમાં (Delhi gate Ahmedabad) આ ફેક્ટરી ચલાવવામાં આવતી હતી. SOG ક્રાઈમ બ્રાન્ચેે નકલી દસ્તાવેજો બનાવનાર પાંચ જેટલા શખસોની ધરપકડ કરીને રૂપિયા 8,50,000નો મુદ્દમાલ કબ્જે કર્યો છે.
100 જેટલા અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ અત્યાર સુધી બનાવટી પાસપોર્ટ અને અન્ય ડોક્યુમેન્ટ બનાવટી (Fake Passport and Faulty Documents) બનતા જોયા હશે. આજે એક બે નહીં, પરંતુ 100 જેટલા અલગ અલગ ડોક્યુમેન્ટ ડુપ્લીકેટ બનતા હોય તેવી જગ્યાએ SOG ક્રાઇમ બ્રાન્ચે દરોડા (Ahmedabad SOG Raid Duplicate Documents Factory) પાડીને આરોપીઓની ધરપકડ (Ahmedabad SOG team raided at Factory forged visa ) કરી લેવામાં આવી છે. જેમાં મુખ્ય આરોપી સૂર્ય પ્રકાશ કોષ્ટી, અભિષેક કોષ્ટી, સહિત અન્ય ત્રણ આરોપી એમ કુલ પાંચ આરોપીઓને SOG ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા છે.
બનાવટી દસ્તાવેજના આધારે વિઝા વિદેશ જવાની ઘેલછામાં લોકો પોતાને આખું જીવન બરબાદ કરી મુકતા હોય છે. ખોટા દસ્તાવેજો હોવાના કારણે થઈને ઘણા એવા કિસ્સા બન્યા છે. જેમાં વિદેશના એરપોર્ટ પરથી જ વ્યક્તિએ પાછા આવવું પડ્યું હોય કારણકે બનાવટી દસ્તાવેજના આધારે વિઝા મેળવ્યા હોય જેના લીધે આવા વિઝા લેનાર વ્યક્તિની તપાસ કરવામાં આવતી હોય છે. ત્યારે સમગ્ર ભાંડો ફૂટી જતો હોય છે. આવા સમયે વિદેશમાં જવાનું સપનું એક સપનું જ બનીને રહી જતું હોય છે. હાલ SOG ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ (Ahmedabad SOG Raid Duplicate Documents Factory ) કરી લીધી છે. આવનારા નજીકના સમયમાં આરોપીની મેરેથોન પૂછપરછ હાથ ધરાશે. હજી પણ અન્ય કેટલા માથા ઉપર સંડોવાયેલા છે. તેની પણ તપાસ કરવામાં આવશે.