- આર્થિક સંકડામણને કારણે આત્મહત્યા કરી હોવાનું આવ્યું સામે
- પાંચ પુત્ર અને બે પુત્રીઓએ પિતાનો ગુમાવ્યો આશરો
- લટકતા મૃતદેહને જોઈને ગોવાળોએ કરી પોલીસને જાણ
રાજકોટ: જિલ્લાના જેતપુર શહેરના દેરડી આવાસ પાસે રહેતો બાદલ જોરુભાઈ વાડોદરિયા નામના યુવાનના પિતા જોરુભાઈ કિડનીની બીમારીથી પીડિત હોવાથી તેમને હજુ બે દિવસ પૂર્વે જ અમદાવાદ હોસ્પિટલથી લાવવામાં આવ્યા હતા. હાલ કોરોના કાળમાં કામ ધંધો મળતો ન હોવાથી ઉપરથી પિતાની બીમારીનો ખર્ચ થતો હોય જોરુભાઈને પાંચ પુત્ર અને બે પુત્રીનો પરિવાર ખૂબ આર્થિક સંકડામણ અનુભવતો હતો.
![જેતપુર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-rural-jetpur-gj10063_20052021201858_2005f_1621522138_510.jpg)
આ પણ વાંચો : સુરતમાં 62 વર્ષીય આધેડે કેન્સરની બીમારીથી કંટાળી તાપી નદીમાં કૂદકો મારી કરી આત્મહત્યા
લગ્નમાં પણ થઈ ગયા હતા છૂટાછેડા
બાદલ ભાઈ-બહેનમાં ત્રીજા નંબરનો હતો. તેના એકાદ વર્ષ પૂર્વે લગ્ન થયેલા અને છૂટાછેડા પણ થઈ ગયા હતા. આ બાદલને પણ અન્ય ભાઈઓ સાથે કામ મળતું ન હોવાથી ગતરોજ તેની માતા તેના પર ગુસ્સે થઈ હતી. પોતે બેકાર હોય બીમાર પિતા તેમજ પરિવાર માટે કંઈ આર્થિક મદદ કરી શકતો ન હોવાનું લાગતા અને ઉપરથી માતાનો ઠપકો પણ મળ્યો હતો. જેથી બુધવારે સાંજે બાદલ ઘરેથી ચાલ્યો ગયો હતો અને તેના ઘરથી થોડે દુર દેરડી ધારની ટેકરી પર આવેલા 220 કેવીના વીજ ટાવર પર દોરડું લટકાવી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ પણ વાંચો : દમણગંગા નદીમાં ડૂબેલા 2 યુવનોના મોતથી પંથકમાં અરેરાટી
પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી
અવાવરું જગ્યાએ આત્મહત્યા કરનારા બાદલને કેટલાક ગોવાળો ઢોર ચારવવા માટે જતા હતા, ત્યારે તેમનું ધ્યાન બાદલની લટકતા મૃતદેહ પર પડ્યું હતું અને બાદમાં પોલીસને જાણ થતાં જેતપુર પોલીસે લટકતા મૃતદેહની વીડિયોગ્રાફી કરાવી તેનું પંચનામું કરી પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો.