વડોદરાઃ ડેસર તાલુકામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક જ પરિવારની એક દિકરીએ પરિવારનું નાક કપાવ્યું (Strange case of marriage in Vadodara) તો બીજી દિકરીએ નાક બચાવ્યું. જેવી સ્થિતિ ઊભી થઈ હતી. તેના કારણે નાની દિકરીના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે.
લગ્ન પહેલા જ દિકરી ભાગી - ડેસર તાલુકાના એક પરિવારમાં દીકરીના લગ્ન લેવાયા હતા. 23 મેએ ડીજેના તાલ સાથે વરરાજા જાન લઈને કન્યાના ઘરે તરફ જવા (Woman saved Shame of Family) નીકળ્યા હતા. કન્યા અને વર પક્ષે ખુશીનો માહોલ હતો, પરંતુ આ ખુશી ઘડીની સારી રહી નહતી. અહીં વરરાજા જાન લઈને પહોંચે. તે પહેલાં જ માહોલ ગમગીન બની ગયો હતો. કારણ કે, જાણવા મળ્યું હતું કે, જે કન્યાના લગ્ન હતા. તે અન્ય યુવક સાથે લગ્નની આગલી રાતે ભાગી (Vadodara bride ran away before marriage ) ગઈ હતી.
આ પણ વાંચો- Radhanpur Bhilot Road Accident : રાધનપુરનો એક લગ્ન પ્રસંગ ફેરવાયો માતમમાં
અચાનક દિકરી ભાગી જતા માબાપ ડઘાઈ ગયા- આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા હતા. મોટી દીકરીએ (Vadodara bride ran away before marriage ) પરિવારની આબરૂ કાઢી હતી. આ સાંભળીને માતાપિતા પણ ડઘાઈ ગયા હતા. પરિવારમાં લગ્નની શરણાઈઓ એકાએક બંધ થઈ ગઈ હતી. આ સમાચાર મળતા જ વરપક્ષ પર ચિંતામાં મૂકાયો હતો. જ્યારે વરરાજાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. જોકે, અચાનક આવી પડેલી મૂસીબતનો બંને પરિવારે સમજદારીપૂર્વક સામનો કર્યો હતો. બંને વેવાઈઓ અને અન્ય સમજુ અગ્રણીઓએ તાબડતોબ એક બેઠક (Strange case of marriage in Vadodara) યોજી હતી. તેમાં નિર્ણય લેવાયો કે, કન્યાની નાની બહેન માની જાય તો તેના લગ્ન વરરાજા સાથે કરાવવા. આથી બંને પરિવારની આબરૂ સચવાઈ જાય.
આ પણ વાંચો- જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી: લગ્ન સમયે આપલુ વચન અંતિમ યાત્રા સુધી પાળ્યુ
નાની દિકરીએ લગ્નની હા પાડતા ફરીથી વાગી લગ્નની શરણાઈ - બીજી તરફ નાની દિકરી લગ્ન માટે માની (Woman saved Shame of Family) ગઈ હતી. મોટી દીકરીના (Vadodara bride ran away before marriage) કારણે ગયેલી લાજ બીજી દીકરીએ સાચવી હતી. મોટી દીકરીના કારણે જ્યાં મુસીબત આવી પડી હતી. ત્યાં નાની દિકરીના કારણે ફરીથી લગ્નની શરણાઈ વાગવાની શરૂઆત થઈ હતી. 24 મેએ નિયત સમય મુજબ જાન આવી હતી અને વરરાજા નાની દીકરીને પરણ્યો હતો. જોકે, આ વચ્ચે થોડી ઉંમર ઓછી હોવાથી માત્ર વિદાય બાકી રખાઈ હતી, જેથી બંને પરિવારોના જીવ ઊંચાનીચા (Strange case of marriage in Vadodara) થઈ ગયા હતા, પરંતુ બંને પરિવારો અને સમાજના અગ્રણીઓએ તેનો પણ ઉકેલ આણ્યો હતો.