- કોરોના મહામારીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ધાર્મિક સંસ્થાઓ પણ સહભાગી થઇ રહી છે
- વડોદરામાં ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું વિતરણ કરાયું
- વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાગિય ઓર્ગેનાઇઝેશન સંસ્થાએ કર્યુ વિતરણ
વડોદરા : કોરોના મહામારીમાં સર્જાયેલી પરિસ્થિતિમાં સરકાર દ્વારા કરવામાં આવેલા આરોગ્યલક્ષી કામગીરીમાં સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે ધાર્મિક સંસ્થાઓ પણ સહભાગી થઇ રહી છે, ત્યારે વડોદરા સ્થિત વૈષ્ણવ સંપ્રદાયના પરમ પૂજ્ય 108 દ્વારકેશલાલજી મહારાજ વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાગિય ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન અને જરૂરિયાત મંદોને અન્ન સહાય મેડિકલ ક્ષેત્રે સહાય કરવામાં આવી રહી છે અને કોરોનાની બીજી લહેરમાં કોરોના સંક્રમણ થતાં સારવાર માટે જરૂરી એવા ઓક્સિજન કોન્સન્ટ્રેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : વડોદરામાં VYOઓ દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટરના 21 મશીનોની ફાળવણી કરાઈ
વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાગિય ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા 3,312 ઓક્સિજન કોન્સન્ટ્રેટર કોરોના દર્દીઓને અપાયા
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. આરોગ્યલક્ષી સાધનોની જરૂરિયાત ઊભી થતાં મદદરૂપ થવા અન્ય સંસ્થાઓના અગ્રણીઓ સાથે ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહ્યું છે. વડોદરામાં ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગો. 108 દ્વારકેશલાલજી મહારાજની અધ્યક્ષતામાં વૈષ્ણવ ઇનરફેઈથ પુષ્ટિમાગિય ઓર્ગેનાઇઝેશન સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં અનેક સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે યુવા વૈષ્ણવાચાર્ય આશ્રય કુમારજી મહાદય તથા શરણમ કુમારજી મહાદેવ માર્ગદર્શનમાં સમાજસેવાના અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : વડોદરાના વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન ગૃપ દ્વારા હોમ ક્વોરેન્ટાઇન દર્દીઓ માટે ટિફિન સેવા શરૂ કરાઇ
આ પ્રસંગે સાંસદ, મેયર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા
વડોદરા શહેર- જિલ્લાની હોસ્પિટલો તેમજ હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર તેમજ વેન્ટિલેટર અનુદાન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે શહેરના સાંસદ શ્રીમતી રંજન ભટ્ટ, મેયર કેયુર રોકડિયા, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સ્થાયી સમિતિના ચેરમેન હિતેન્દ્ર પટેલ, શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગો. 108 દ્વારકેશલાલજી મહારાજના હસ્તે ગોત્રી હોસ્પિટલ સહિત અન્ય હોસ્પિટલો તેમજ હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ માટે ૩,૦૦૦થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર આપવામાં આવ્યા હતા.