ETV Bharat / city

ગુમ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છતાં પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની પાડી ના

વડોદરામાં શનિવારથી ગુમ વ્યક્તિનો મકરપુરા હાઇવે પર અજાણ્યા માણસનો શંકાસ્પદ હાલતમાં મૃતહેદ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. હાલ મૃતકના પરિજનો દ્વારા તેની ઓળખ કરવામાં આવી છે. તેના મૃતદેહને સ્વીકારમાં નહીં આવ્યો હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે. હવે આ મામલે પોલીસ તપાસમાં સામે શું આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે. Vadodara's deadbody, Makarpura police Station Vadodara

ગુમ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છતાં પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની પાડી ના
ગુમ વ્યક્તિનો મૃતદેહ મળ્યો છતાં પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાની પાડી ના
author img

By

Published : Sep 4, 2022, 5:11 PM IST

વડોદરા: વડોદરાના મકરપુરા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર કુશવાહાની પત્ની બિંદુ દેવીએ તેમના પતિ ગુમ થયા અંગેની મકરપુરા પોલીસ મથકમાં અરજી કરી હતી. અરજીમાં જણાવ્યા પ્રમાણે, બિન્દુ દેવી તેના પતિ દિલીપ કુમાર અને તેમના સંતાનો મકરપુરા વિસ્તારમાં આવેલા ઇન્દુ યાજ્ઞીક નગરમાં રહે છે.

લાપતા થયાની અરજી થઈઃ દિલીપકુમાર ઘરકામ કરે છે. જ્યારે દિલીપકુમાર શંભુચરણ કુશવાહા GIDCમાં (Gujarat Industrial Development Corporation) લેથ મશીનનો ધંધો કરે છે. તેના પરિવારમાં બે સંતાનો છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ દિલીપ કુમાર સવારે નવ વાગ્યે કંપનીમાં જવાનું કહીને નિકળ્યા હતા. જે બાદ તેમણે પત્નીને ફોન કરીને જણાવ્યું હતું કે, તું તૈયાર થઇ જા, આપણે દવાખાને જવાનું છે. જો કે આ બાદ દિલીપ કુમારનો ફોન બંધ આવતો હતો. રાત્રે 9 વાગ્યા સુધી તેમની કોઇ જાણ ન થતા પરિવારજનો પોલીસ મથકમાં ગુમ થવા બાબતની અરજી કરી હતી.

મૃતદેહ સ્વીકારવાનો ઈન્કારઃ તરસાલી ચોકડી પાસે લેન્ડફિલ્ડ સાઇટ નજીકથી અજાણ્યા માણસનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. આ અંગેની જાણ દિલીપ કુમારના પરિજનોને થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી છે. સવારે પરિજનો દ્વારા ટ્રાફિકજામ કરવામાં આવ્યો હતો. જો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરીના કારણે રસ્તા પરથી ટ્રાફિક દુર કરાયો હતો. પ્રાથમિક માહિતી પ્રમાણે, દિલીપ કુમાર અને તેના પાડોશી વચ્ચે દિવાલને લઇને મગજમારી થઇ હતી. જે બાદ દિલીપ કુમારનો રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવ્યો (Body of missing person found in Vadodara) છે. હાલ પોલીસ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તો બીજી તરફ પરિવારજનોએ સ્થળ પરથી મૃતદેહને સ્વીકારવાનીના પાડવામાં આવી રહી છે. પોલીસ તપાસ બાદ આ મામલે શું સામે આવે છે, તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.