- પ્રથમ દિવસે જ સયાજી હોસ્પિટલમાં 100થી વધુ ડેથ સર્ટિફિકેટ અપાયાં
- SSG ખાતે ડેથ સર્ટિફિકેટ લેવા માટે આવાનારા લોકોની ભીડ ઉમટી
- મોડે મોડે કોરોનાના મૃતકોની સહાય માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું
વડોદરા: કોરોના કાળમાં કોવિડ રિપોર્ટ હોય કે કોવિડ બેડ, રેમડીસીવીર હોય, કે ઓક્સિજન હોય કે પછી જીવ ગુમાવ્યા બાદ સ્મશાનમાં ચિતા હોય તમામ માટે લાઈનો જ જોવા મળી હતી. હવે ફરી એક વાર કોરોનાથી મૃત્યું પામ્યા હોય તેમના સ્વજનોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચો: વડોદરા SSG હોસ્પિટલના હંગામી કર્મચારીઓનો પગાર નહિ થતા મચાવ્યો હોબાળો
ફોર્મ સબમિટ કરવા SSG હોસ્પિટલમાં લાઈનો લાગી
વડોદરામાં છેલ્લા બે દિવસથી ઓનલાઇન ફોર્મ વિતરણ થયા હતા જે સબમિટ કરવા માટે લોકો સવારથી જ લાઈનમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા. જે પૈકી SSG હોસ્પિટલમાં (Vadodara SSG Hospital) મોટી સંખ્યામાં લોકો લાઈનોમાં ઉભેલા જોવા મળ્યા હતાં.
આ પણ વાંચો: ડોક્ટરોની હડતાળનો આંશિક અંત, આજથી ઈમરજન્સી ICU કોવિડ સેવાઓ શરૂ
રેપીડ કે એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ ન મળતા લોકોને ધક્કા ખાવાનો વારો
સૌથી મોટી મુસીબત એવા લોકોને પડી રહી છે કે જેમના સ્વજનોનું મોત કોરોનાથી થયું હોય અને રેપીડ કે એન્ટીજન ટેસ્ટનો રિપોર્ટ જ ન મળ્યો હોય. લોકોએ રોષ પ્રગટ કરતા કહ્યું કે SSG હોસ્પિટલમાં જ કોવિડ ટેસ્ટ કર્યો છે છતાં અહીંના જ તંત્રને એ રિપોર્ટ રેકોર્ડમાં નથી મળી રહ્યા, જેથી બે દીવસથી ધક્કા ખાવાનો વારો આવ્યો છે. અર્બન હેલ્થ સેન્ટર કોવિડ રિપોર્ટ વગર ફોર્મ સ્વીકારવા તૈયાર નથી. લોકોનો આક્ષેપ છે કે જે રીતની લાઈનો છે તે જોતા સરકારે મોતના સાચા આંકડા છુપાવ્યા છે.