વડોદરાઃ હરિધામ સોખડા ફરી એક વાર વિવાદમાં (Vadodara Sokhda Controversy) સપડાયું છે. હરિધામની 10,000 કરોડ રૂપિયાની સંપત્તિ અને ગાદી વિવાદ (Vadodara Sokhda Controversy) અંતે ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો છે. હરિપ્રસાદ સ્વામીના સેક્રેટરીએ આ અંગે પિટિશન દાખલ કરી છે. હરિધામમાં સંતોના પાસપોર્ટ, ફોન, કેમેરા અને સામાન જપ્ત કરી લેવાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સાથે જ અહીં 400થી વધુ સંતો અને હરિભક્તોને પણ ગોંધી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો.
હાઈકોર્ટે પોલીસને કર્યો આદેશ, બંધકોને વીડિયો કોન્ફરન્સમાં હાજર રહેવાનો હુકમ - વડોદરા હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરની ગાદીનો વિવાદ (Vadodara Sokhda Controversy), મંદિર સંકુલ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. આમ, ભક્તો અને દર્શસનાર્થીઓ માટે પ્રવેશ બંધ કરવા માં આવ્યો છે. પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી (Dispute between Premasvarupa Swami and Prabodhaswamy) વચ્ચે લાંબા સમયથી હરિધામ સોખડા સંસ્થાની ગાદી માટે વિવાદ (Vadodara Sokhda Controversy) ચાલી રહ્યો છે.
મંદિર સંકુલમાં સંતો માટે એસી બસની વ્યવસ્થા - ગુજરાત હાઈકોર્ટે પોલીસને આ અંગે આદેશ કર્યો છે. સાથે જ બંધકોને વીડિયો કોન્ફરન્સમાં હાજર રહેવાનો હુકમ કર્યો છે. તો વડોદરાની જિલ્લા કોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી સુનાવણીમાં સંતો હાજર રહેશે. તો મંદિર સંકુલમાં સંતોને કોર્ટમાં લાવવા અને લઈ જવા માટે એસી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.
પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો થયા ભાવુક - હરિધામ સોખડા ગાદી વિવાદ (Vadodara Sokhda Controversy) પૂજ્ય પ્રબોધ સ્વામી જૂથના સાધુસંતો વડોદરા કોર્ટમાં હાજર થવા મંદિરથી બહાર આવ્યા, હાલ વડોદરા કોર્ટમાં થશે. હાજર વીડિયો કોન્ફરન્સથી ગુજરાત હાઈકોર્ટ સાથે જોડાશે. તો આજે 210 સાધુ સંતો મંદિરથી બહાર આવ્યા. 2 ટેમ્પા ભરી સામાન પણ લઈ ગયા હતા. પ્રબોધ સ્વામી જૂથના હરિભક્તો પોતાના સંતોની વિદાયના પગલે આંસું રોકી ન શક્યા.
9 મહિનાથી ચાલી રહ્યો છે વિવાદ - છેલ્લા 9 મહિનાથી મંદિરની ગાદી માટે પૂજ્ય પ્રેમસ્વરૂપ સ્વામી અને પૂજ્ય પ્રબોધ સ્વામી વચ્ચે વિવાદ (Dispute between Premasvarupa Swami and Prabodhaswamy) ચાલી રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટ મંજૂરી મળશે તો વડોદરા કોર્ટથી જ સીધા પ્રબોધ સ્વામી અને સંતો સુરત જવા રવાના થશે. મંદિર અન્ય જૂથ દ્વારા પ્રબોધ સ્વામી જૂથના સાધુ સંતોને ગોંધી રાખવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ (Vadodara Sokhda Controversy) કરવામાં આવ્યા હતા. આ સમગ્ર વિવાદ 10,000 કરોડ રૂપિયાની સંપત્તિનો છે.