- વડોદરામાં નવસારીની યુવતી સાથે દુષ્કર્મ થતા તેણે આત્મહત્યા કરી હોવાનો મામલો
- આ વિવાદાસ્પદ ઘટના મામલે વડોદરાની ઓએસિસ સંસ્થાની પૂછપરછ કરાશે
- પોલીસે પૂછપરછ માટે પ્રીતિ નાયરને શુક્રવારે અને શનિવારે વૈષ્ણવી ટાપનિયાને હાજર રહેવા સમન્સ પાઠવ્યું
વડોદરાઃ નવસારીની યુવતી સાથે દુષ્કર્મ થતા (Vadodara Rape Suicide Case) તેણે આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે આ વિવાદાસ્પદ ઘટનામાં ક્રાઈમબ્રાન્ચે ઓએસિસ સંસ્થાના સ્થાપક સંજિવ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયર અને કાર્યકર વૈષ્ણવી ટાપનિયા સામે ગુનો નોંધ્યો છે. ત્યારે પોલીસે પૂછપરછ માટે પ્રીતિ નાયરને શુક્રવારે અને શનિવારે વૈષ્ણવી ટાપનિયાને હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.
સંસ્થાએ માહિતી છુપાવી હોવાનો આક્ષેપ
આપને જણાવી દઈએ કે, ભોગ બનનારી પીડિતા સાથે દુષ્કર્મની થયાની જાણ હોવા છતાં ઓએસિસ સંસ્થાના જવાબદાર વ્યક્તિઓએ ગંભીર બનાવની જાણ કરી નહતી. આ સંસ્થાએ માહિતી છૂપાવી હોવાનું સામે આવતા ક્રાઈમબ્રાન્ચે ઓએસિસ સંસ્થાના સ્થાપક સંજિવ શાહ, મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયર અને કાર્યકર વૈષ્ણવી ટાપનિયા સામે ગુનો નોંધ્યો છે. તેની પૂછપરછ કરી પૂરાવા એકત્ર કરવાની શરુઆત કરી દીધી છે. અત્યારે ક્રાઈમબ્રાન્ચ મેન્ટર વૈષ્ણવી અને દિનકલની પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો- Vadodara Rape Suicide Case: ઓએસિસ સંસ્થાના સ્થાપક, ટ્રસ્ટી અને મેન્ટરને ક્રાઈમબ્રાન્ચનું સમન્સ
પોલીસે સંસ્થાના મેનટ્ર અને સહઅધ્યાયીની 4 કલાકથી વધુ પૂછપરછ કરી
વડોદરામાં પોલીસે ઓએસિસ (Oasis) સંસ્થા સામે ગુનો નોંધ્યા બાદ (Vadodara police registered a case against Oasis) એ દિશામાં તપાસ તેજ કરી છે. આ ઉપરાંત ઓએસિસ સંસ્થા સામે આગળની તપાસ માટે પોલીસે કોર્ટ પાસે મંજૂરી માગી હતી. તેમ જ કોર્ટની મંજૂરી મળતા ક્રાઈમબ્રાન્ચ દ્વારા સંજિવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવીને હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. જ્યારે ઓએસિસ સંસ્થાની મેન્ટર વૈષ્ણવી ટાપનિયા અને સહઅધ્યાયી દિનકલની 4 કલાકથી પૂછપરછ (Inquiry of Oasis organization leaders) ચાલી હતી. ક્રાઈમબ્રાન્ચના તપાસ અધિકારી દ્વારા વૈષ્ણવી અને દિનકલની ઉલટ તપાસ કરાઈ રહી છે.