ETV Bharat / city

વડોદરા શહેરમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાયો - vadodara latest news

વડોદરાઃ શહેરના બાપોદ પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી બેરોકટોક દારૂનો વેપલો કરતાં બૂટલેગરને રૂ. 1.43 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સ્ટેટ વિજીલન્સે અગાઉ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યા બાદ વધુ એકવાર બાપોદ પોલીસે સપાટો બોલાવ્યો છે.

લાખોની કિંમતનો દારૂ
author img

By

Published : Oct 20, 2019, 7:21 PM IST

બાપોદ પોલીસ મથકની હદમાં આવતાં આજવા રોડ વિસ્તારમાં કારમાં દારૂ મુકીને ખુલ્લેઆમ ધંધો કરતો હોવાની બાતમી સ્ટેટ વિજીલન્સને મળી હતી. જેને પગલે સ્ટેજ વિજીલન્સે દરોડો પાડ્યો હતો. પોલીસે કાર, ટેમ્પાના ચોરખાનામાંથી અને ઘરમાંથી રૂ.1,43 લાખની વિદેશી દારૂની 279 બોટલ ઝડપી પાડી હતી. સ્ટેટ વિજીલન્સે ટેમ્પો, 5 મોબાઈલ મળી કુલ રૂ. 8.46 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:વડોદરા શહેરમાં સ્ટેટ વિજિલન્સે લાખોની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો..

Body:વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકની હદમાં સ્ટેટ વિજીલન્સે દરોડો પાડી સરેઆમ દારૂનો વેપલો કરતાં બૂટલેગરને રૂ. 1.43 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, બાપોદ પોલીસના આર્શિવાદથી જ દેશી – વિદેશી દારૂના બૂટલેગરો બેફામ બન્યા હોવાની ચર્ચા છે. ત્યારે સ્ટેટ વિજીલન્સે અગાઉ વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યા બાદ વધુ એકવાર બાપોદ પોલીસ મથકની હદમાં સપાટો બોલાવ્યો છે.

Conclusion:બાપોદ પોલીસ મથકની હદમાં આવતાં આજવા રોડ વિસ્તારમાં કારમાં દારૂ મુકીને ખુલ્લેઆમ ધંધો કરતો હોવાની બાતમી સ્ટેટ વિજીલન્સને મળી હતી. જેને પગલે સ્ટેજ વિજીલન્સે દરોડો પાડ્યો હતો અને કાર, ટેમ્પાના ચોરખાનામાંથી અને ઘરમાંથી રૂ. 1,43,ની કિંમતની વિદેશી દારૂની 279 બોટલ ઝડપી પાડી હતી. સ્ટેટ વિજીલન્સે ટેમ્પો, 5 મોબાઈલ મળી કુલ રૂ. 8.46 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.