ETV Bharat / city

વડોદરા: કોરપોરેશનના અધિકારીઓ જ ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપે છે - Corruption

વડોદરા મહાનગર પાલિકામાં એ હદે ભ્રષ્ટાચાર વધી ગયો છે કે વોર્ડના માણસો ગેરકાયદેસર મકાનો અને દુકાનો ઉભા કરવાની અને રીનોવેશનની પરવાનગી આપી રહ્યા છે. અધિકારીઓ અને વોર્ડના માણસો દ્વારા તગડી રકમ લઈને ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપી દેવામાં આવે છે. જેમાં અધિકારીઓ, નેતાઓ ,પૂર્વ કાઉન્સીલર, અને પાર્ટીના કાર્યકર્તાઓ વહીવટી કરે છે.

xx
વડોદરા: કોરપોરેશનના અધિકારીઓ જ ગેરકાયદેસર બાંધકામની પરવાનગી આપે છે
author img

By

Published : Jun 13, 2021, 8:57 PM IST

  • વડોદરામાં અધિકારીઓ જ આપે છે ગેરકાયદેસર બાંધકામની પરવાનગી
  • મોટી રકમ વસુલ કરીને આપવામાં આવે છે પરવાનગી
  • મહાનગર પાલિકામાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર

વડોદરા : શહેરને સંસ્કારી નગરી તરીકે ઓણખવામાં આવે છે, પણ મહાનગર પાલિકા તમામ સંસ્કારો ભૂલીને પોતાની મનમાની કરી રહી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં વોર્ડ ઓફિસોના માણસો ગેરકાયદેસર મકાન દુકાન નવું બાંધકામ અને રીનોવેશનની પરવાનગી આપી ખુલ્લો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે.

પરવાનગી વગર દુકાન ઉભી કરવામાં આવી

વડોદરા શહેરના ગાંધીનગર ગૃહ ખાતે છેલ્લા કેટલાક વર્ષોથી 28 દુકાનો આવેલી છે. જ્યાં રાજેશ રાણા ઉર્ફે ભયલુ સેવ ઉસળની દુકાન ચલાવે છે તેને દુકાનમાં કોઈપણ પ્રકારની કોર્પોરેશનમાંથી કે વોર્ડ માંથી પરવાનગી લીધા વગર દુકાન ઉભી કરી ધંધો શરૂ કરી દિધો હતો. કોર્પોરેશનના કેટલાક અધિકારીઓને મોટી રકમ આપી રાજેશે પોતાનો ધંધો ઉભો કર્યો હતો.

આ પણ વાંચો : વડોદરામાં રાજીવનગર STPના બીજા માળની છત પર રૂફ ટોપ ગાર્ડન તૈયાર કરાયો

નોટીસ પાઠવવામાં આવી

મીડિયાને કાને આ વાત પડતા મીડિયાએ નંબર 1 ના વોર્ડ ઓફિસર મહેશ રબારીને આ વિશે પુછ્યુ હતું, અધિકારીએ જણાવ્યું હતું કે, રાજેશ રાણાએ માટી ખોતરવા માટે પરવાનગી લીધી હતી. જેના પેટે 5000 રૂપિયા પણ વોર્ડ ભરવામાં આવ્યા છે પરંતુ બાંધકામ કે રિનોવેશન મેં કોઈપણ પ્રકારની પરવાનગી કોર્પોરેશનમાં લીધી નહોતી. આ બાબતે અમે તેમને નોટીસ પણ આપી છે.

આ પણ વાંચો : વડોદરા સાયજીપુરા મુખ્યમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા મકાન બાબતે વિરોધ પ્રદર્શન

તગડી રકમ વસુલવામાં આવી

વોર્ડ નંબર 1માં ગાંધીનગર ગૃહ ખાતે જે બાંધકામ કરવામાં આવ્યું હતું વોર્ડ ઓફિસર મહેશ રબારીને ખબર હતી પરંતુ તગડી રકમના કારણે તેઓએ આંખ આડા કાન કરીને કામગીરી ચાલુ રખાઇ હતી. આવું તો વડોદરા શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં કોર્પોરેશન અને વોર્ડ ઓફિસર ના માણસો ગેરકાયદેસર મકાન દુકાન ધંધાકીય એકમોને બાંધકામ કરવાની પરવાનગી આપી દેવામાં આવે છે જેના બદલે તેઓ તગડી રકમ પણ વસૂલ કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.