- વેક્સિનેશન અંગે જાગૃતિ હેતુ કોર્પોરેશન દ્વારા સોન્ગ લોન્ચ કરાયું
- વૈષ્ણવચાર્ય વ્રજરાજકુમારના હસ્તે લોન્ચ કરાયું સોન્ગ
- મેયર, સાંસદ, OSD સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત
વડોદરા: વૈશ્વિક મહામારી કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવા માટે વેક્સિન લેવાની જરૂરિયાતથી નાગરિકો જાગૃત થાય તે હેતુથી શુક્રવારે કોર્પોરેશન દ્વારા કોરોના વેક્સિન સોન્ગ 'લઈ રસી કરો અજવાળા' વ્રજરાજકુમારના હસ્તે લોન્ચ કરાયું હતું.
ઘણા મહાનુભવો રહ્યા ઉપસ્થિત
શહેરના ખ્યાતનામ ગાયક પીયુ ગઢવી અને વત્સલા પાટિલના સ્વરે ગવાયેલું આ ગીત છે. જેમાં સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય મનિષા વકીલ , સીમાબેન મોહિલે , જીતુ સુખડિયા , મેયર કેયુર રોકડિયા , પૂર્વ મેયર શબ્દશરણ બ્રહ્મભટ્ટ અને બાળુ શુક્લ હસ્તા ચહેરે ગીત ગાતા જોવાય છે.તેમની સાથે ઓએસડી ડૉ.વિનોદ રાવ , મ્યુનિ. કમિશનર પી.સ્વરૂપ પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ અને કલેક્ટર શાલિની અગ્રવાલ તેમજ ધર્મગુરુઓ અને શહેરની નામાંકિત પ્રતિભાવ પણ ગીત ગાઈને રસીકરણની અપીલ કરતા જણાય છે.