ETV Bharat / city

મ્યુનિસિપલ કમિશનરે સૌથી મોટા બની રહેલા ફ્લાય ઓવરબ્રિજની લીધી મુલાકાત અને કરી સમીક્ષા

વડોદરામાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ગેંડા સર્કલથી જુના પાદરા રોડ મનિષા ચોકડી સુધી સાડા ત્રણ કિલો મીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાય ઓવરબ્રિજની નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતીના અધ્યક્ષએ મુલાકાત લીધી હતી. જ્યાં કોર્પોરેશનના અધિકારીઓએ નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીને નવીન બની રહેલા વડોદરાના સૌથી મોટા બ્રિજ અંગેની માહિતી આપી હતી.

મ્યુનિસિપલ કમિશનરે સૌથી મોટા બની રહેલા ફ્લાય ઓવરબ્રિજની લીધી મુલાકાત અને કરી સમીક્ષા
મ્યુનિસિપલ કમિશનરે સૌથી મોટા બની રહેલા ફ્લાય ઓવરબ્રિજની લીધી મુલાકાત અને કરી સમીક્ષા
author img

By

Published : Oct 14, 2022, 9:14 PM IST

વડોદરા વડોદરા શહેરમાં દિવસેને દિવસે વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં લઇ વડોદરા મહાનગર સેવા સદન દ્વારા એક પછી એક ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં શહેરના સૌથી મોટા બની રહેલા 3.5 કિલોમીટર લાંબા ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો ફ્લાય ઓવરબ્રિજ (Genda Circle to Juna Padra Road Fly overbridge) શહેરીજનો માટે આગામી એક માસ સુધીમાં ખુલ્લો મૂકી દેવામાં આવે તેવી શક્યતાઓ છે. આ ફ્લાય ઓવરબ્રિજની નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર (Vadodara Municipal Commissioner) અને સ્થાયી સમિતીના અધ્યક્ષએ (Standing Committee Chairman) મુલાકાત લીધી હતી. અધિકારીઓ અને હોદ્દેદારોની મુલાકાત બાદ તંત્ર દ્વારા ફ્લાય ઓવરબ્રિજનું 90 ટકા ઉપરાંત કામ પૂર્ણ થઇ ગયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શહેરના સૌથી મોટા બની રહેલા 3.5 કિલોમીટર લાંબા ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો ફ્લાય ઓવરબ્રિજ શહેરીજનો માટે આગામી એક માસ સુધીમાં ખુલ્લો મૂકી દેવામાં આવે તેવી શક્યતાઓ છે.

નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશ્નર એક્શન મૂળમાં વડોદરા મહાનગર સેવા સદન (Vadodara Metropolitan Service Sadan) દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગેંડા સર્કલથી જુના પાદરા રોડ મનિષા ચોકડી સુધી સાડા ત્રણ કિલો મીટર લાંબો ફ્લાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ ફ્લાય ઓવરબ્રિજ વડોદરાનો સૌથી મોટો ફ્લાય ઓવરબ્રિજ (Vadodara largest fly overbridge) બનવા જઈ રહ્યો છે, ત્યારે આ બ્રિજ વહેલી તકે શહેરીજનોના ઉપયોગમાં આવે તે માટે બ્રિજનું રાત દિવસ કામ ચાલી રહ્યું છે. વડોદરા મહાનગર સેવા સદનના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સ્થાયી સમિતીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ તેમજ કોર્પોરેશનના સંબંધિત વિભાગના અધિકારીઓએ બની રહેલા ફ્લાય ઓવર બ્રિજની મુલાકાત લીધી હતી.

મ્યુનિસિપલ કમિશનરના સમીક્ષા અને સૂચનો કોર્પોરેશનના અધિકારીઓએ (Vadodara Corporation Department Officers ) નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીને નવીન બની રહેલા વડોદરાના સૌથી મોટા બ્રિજ અંગેની માહિતી આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે ફ્લાય ઓવરબ્રિજ અંગે ચેરમેન અને કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી બ્રિજ અંગે જરૂરી માહિતી પણ મેળવી હતી. બ્રિજના ચાલી રહેલા કામ અંગે સમીક્ષા કરી હતી. તે સાથે બ્રિજ અંગેના કેટલાક સુચનો પણ કર્યા હતા.

એક મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ થશે વડોદરા મહાનગર સેવા સદનમાં નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધી પાનીએ જણાવ્યું હતું કે, લગભગ આ બ્રિજ એક મહિનામાં કામગીરી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે. શહેરનો આ સૌથી લાંબો બ્રિજ એટલે ગેંડા સર્કલથી લઈ મનીષ ચોકડી સુધીનો લાંબા બ્રિજથી વાહનચાલકોને સાનુકૂળ થશે. આ સાથે નીચેના રોડ ખૂબ સાંકડા હોવાના કારણે લોકોને અગવડ ઉભી થાય છે. તે રિમુવ થવાના કારણે લોકોને ખૂબ સરળતા રહેશે. આ બ્રિજનો યોગ્ય ઉપયોગ કરી શકશે અને શહેરના કેન્દ્રમાં વસતા લોકોને ખૂબ ફાયદાકારક સાબિત થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.