વડોદરા: માંજલપુર વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય યોગેશ પટેલની (MLA Yogesh Patel's car caught fire) કારમાં એકાએક આગ લાગી હતી. કારમાં લાગેલી આગના બનાવ અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ (fire brigade team arrived scene) ઘટના સ્થળે પહોંચી હતી. આખરે પાણીનો મારો ચલાવીને ફાયર બ્રિગેડની ટીમે કારમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી, પરંતુ આખી કાર બળીને ખાખ થઈ ગઈ (The car burned to ground) હતી.
ધારાસભ્ય યોગેશભાઇ પટેલની કારમાં લાગી આગ
વડોદરાના અમદાવાદી પોળમાં રહેતા પૂર્વ પ્રધાન યોગેશભાઇ પટેલ પોળમાં પાર્કિંગની જગ્યાના અભાવના કારણે જ્યુબિલી બાગ સર્કલ પાસે કાર પાર્ક કરી હતી. જેમાં મધ રાત્રે 3 થી 3.30 વાગ્યા દરમિયાન યોગેશ પટેલની કારમાં એકાએક આગ ફાટી નીકળી હતી. ધારાસભ્ય યોગેશભાઈ પટેલ તુરંત જ સ્થળ પર દોડી બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ગણતરીની મિનીટોમાં પહોંચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે તેઓએ પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે, કારમાં લાગેલી આગ સંપૂર્ણ કાબૂમાં આવે તે પહેલાં કાર બળીને ખાખ થઇ ગઇ હતી.
આ પણ વાંચો: નવસારીમાં હાઇવે પર આરક સિસોદ્રા પાસે કારમાં લાગી આગ, સુરતના પરિવારના 4 લોકોનો બચાવ
આ પણ વાંચો: રાજકોટમાં રસ્તા પર જઈ રહેલી કારમાં લાગી આગ, અફરાતફરીનો માહોલ સર્જાયો
કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવું
ધારાસભ્ય યોગેશ પટેલની કારમાં આગ કેવી રીતે લાગી તે અંગેની ચર્ચા કેન્દ્ર સ્થાને રહી હતી. જો કે, હાલના તબક્કે ડીઝલ કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું મનાય છે. કારમાં આગ લાગવાથી કાર બળીને ખાખ થઇ ગઇ છે. કારમાં કોઇ મહત્વના દસ્તાવેજ ન હતા. આ બનાવ અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી કાર્યવાહી હાથ ધરી છે. કારમાં આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગનું ચોક્કસ કારણ જાણવા માટે FSLની મદદ લેવામાં આવશે.