વડોદરા : વડોદરા શહેરમાં રોડ રસ્તા પાણી ડ્રેનેજ સહિતની અનેક સમસ્યાઓ (Vadodara Water Problem) ઉદભવી છે. જેના કારણે નગરજનો છેલ્લા ઘણા સમયથી મુશ્કેલીઓના ખપ્પરમાં હોમાઈ ગયા છે. તો બીજી તરફ વડોદરા મહાનગર પાલિકાના મેયર, કાઉન્સિલરો અને અધિકારીઓ નગરજનોને રામ ભરોસે પોતાના હાલ પર છોડી સુરતમાં આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ (Surat Cricket Tournament) મેચમાં ભાગ લેવા માટે રવાના થતા જોવા મળે છે.
વડોદરાની ટીમનું પ્રદર્શન - સુરત ખાતે આઠ મહાનગર પાલિકાઓની મેયર અને મ્યુ.કમિશ્નર ક્રિકેટ ટુર્નામેન્ટનું (Cricket Event in Surat) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા વડોદરાના મેયર કેયુર રોકડીયા ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલરો અને અધિકારીઓ સુરત જવા માટે રવાના થયા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 5 દિવસ ચાલશે. ત્યારે નગરજનોની સમસ્યાને રામ ભરોસે છોડી પાલિકાના સત્તાધ્ધિશો સુરત ખાતે પહોંચ્યા છે. વર્ષોથી મેયર ઇલેવન અને કમિશનર ઈલેવન ટુર્નામેન્ટમાં વડોદરાની ટીમનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. ત્યારે આ વખતે પણ વડોદરાની ટીમ પૂર્ણ તૈયારીઓ અને જોશ સાથે રવાના થઇ છે. સાથે સાથે જીતનો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : દુબઈ ખાતે રમાઇ રહેલી દિવ્યાંગ ક્રિકેટરોની ટૂર્નામેન્ટમાં ગુજરાત હિટર્સનો શાનદાર દેખાવ
"રમશે એ જ જીતશે" - વડોદરા મનપાના મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ટુર્નામેન્ટ (Vadodara Mayor XI Team) થતી ન હતી. આ વર્ષે કોરોના નહિવત છે. ત્યારે આ કોર્પોરેશનની ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને ત્યાં રમવા માટે જોઈએ છે. રમશે એ જ જીતશે અને ખેલશે એ જ ખેલશે એ ભાવ સાથે અમે સુરત રમવા જઈ રહ્યા છે. અમારી પ્રેક્ટિસ પ્રમાણે અમે સારું પરિણામ લાવવામાં સફળ રહીશું એવો અમને વિશ્વાસ છે.
"એકબીજાને સહયોગી માટે આયોજન" - સ્થાયી સમિતિના ચેરમેન ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 8 મહાનગર પાલિકા ના જે કોર્પોરેટરો છે. એમના માધ્યમથી એક ક્રિકેટ ટુર્નામેન્ટ કમિશનર ઇલેવન અને મેયર ઇલેવનના (Commissioner XI Team) નામથી યોજાઈ રહી છે. ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ છે. આ પ્રક્રિયા એક ખેલ સાથે જોડાયેલી છે. એકબીજાના બોન્ડિંગ થાય સાથે એકબીજાના સહયોગી બનીએ તેમજ એકબીજાના શહેરના પૂરક બનીએ એ દિશામાં આ મેચ રમાઇ રહી છે.
આ પણ વાંચો : Surat Cricket Tournament: સુરત શહેર પોલીસ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
નગરજનો રામ ભરોસે - ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતથી જ પાણીનો કાળો કકળાટ સર્જાયો છે. આ મામલે અનેક વિરોધ પ્રદર્શનો અનેક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી નગરજનોને પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો તદ્દન નિષ્ફળ નીવડયા છે. ત્યારે નગરજનોને રામભરોસે પોતાના હાલ પર છોડી મેયર સહિત કાઉન્સિલરો સુરત ક્રિકેટ મેચમાં ભાગ લેવા પાંચ દિવસ (Corporation Cricket Event in Surat) માટે જતા નગરજનોમાં આક્રોશ જોવા મળ્યો છે. તો બીજી તરફ મેયર, કાઉન્સિલરો અને અધિકારીઓએ પગમાં પહેરેલા નવા નક્કોર બુટને લઈને પણ અનેક ચર્ચાઓ ચકડોળે ચઢી હતી.
બુટની કિંમત 46 હજારથી દોઢ લાખ - વડોદરાના મેયરે જાપાનની એક નામાંકિત કંપની ASICS ના પહેરેલા બુટની કિંમત 46 હજાર છે, જ્યારે બીજી તરફ મળતી માહિતી મુજબ મેયરે સ્ટોરમાંથી પ્રેક્ટિસ માટે લીધેલા બુટ ફાટી જતા સ્વખર્ચે તેમણે સુરતથી બુટ (Vadodara Mayor Boots) મંગાવ્યા છે. જેની કિંમત દોઢ લાખ રૂપિયા હોવાનું માનવામાં આવી રહ્યું છે. જ્યારે ટુર્નામેન્ટમાં ભાગ લેવા ગયેલા અલગ અલગ ક્રિકેટરને માટે પ્રત્યેક જોડી આઠ હાજરમાં ખરીદાયેલાની પણ ચર્ચાઓ પાલિકા પરિસરમાં ચાલી હતી.