ETV Bharat / city

સાવધાન..! મેયરના નામે આ રીતે અધિકારીનું ખિસ્સું કર્યું ખાલી

વડોદરા શહેરના મેયર કેયુર રોકડીયાના નામે કોઈ અજાણ્યો શખ્સ (Vadodara Fraud Case) રૂપિયા માંગતા ચકચાર મચી છે. આ શખ્સ પ્રોફાઈલ પર મેયરનો ફોટા રાખી અધિકારાઓને પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આ બાબત વડોદરા શહેરના મેયર જાણ થતાં તાત્કાલિક પોલીસ (Cyber ​​Crime Case) ફરિયાદ કરી લોકોને એલર્ટ રહેવાની જાણ કરી છે. પરંતુ એક અધિકારીએ સાચું માનીએ હજારો રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા.

સાવધાન..! વડોદરામાં મેયરના નામે કોઈ શખ્સે રૂપિયા માંગી એક અધિકારીનું ખિસ્સું કર્યું ખાલી

author img

By

Published : May 10, 2022, 2:21 PM IST

વડોદરા : વડોદરા મેયરના ટ્વિટર એકાઉન્ટના પ્રોફાઈલ ફોટો લઈ મેયરના નામે કોઈ શખ્સ છેતરપિડીં (Vadodara Fraud Case) કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ શખ્સ પાલિકાના હોદ્દેદારો અને અધિકારીઓને મેસેજ કરી નાણાં મંગાવ્યા હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી ઉઠી છે. પાલિકાના એક અધિકારીએ તો ઠગના મેસેજ બાદ હજારો રૂપિયા ટ્રાન્સફર પણ કરી દીધા હોવાની વાતો સામે આવી છે. જો કે, આ અંગે અધિકારીને જાણ થતાં સાઇબર (Cyber ​​Crime Case) ક્રાઇમમાં ફરિયાદ કરાઈ છે.

આ પણ વાંચો : આફ્રીકન ગેંગનો ભારતમાં આતંક, વડોદરાના વેપારીના રૂપિયા 19 લાખ પડાવ્યા

પાલિકાના અધિકારીઓ કેટલા પૈસા કર્યા ટ્રાન્સફર - વડોદરાના મેયર કેયુર રોકડિયાના (Vadodara Mayor Keur Rokadia) ફોટાનો ઉપયોગ કરી ભેજાબાજે અજાણ્યા નંબર પરથી પાલિકાના હોદ્દેદારોને તેમજ અધિકારીઓને મેસેજ કર્યા હતા. મેસેજમાં જણાવ્યું હતું કે, હું એક મહત્વપૂર્ણ બેઠકમાં છું, જેમાં મર્યાદિત ફોન કોલ્સ લઈ શકું છું. તમે મારા માટે તાત્કાલિક કંઈ કરો. મેયરના ફોટા સાથેનો મેસેજ જોઈ હોદ્દેદારો અને વેપારીઓએ જવાબ આપ્યો હતો. જે બાદ ભેજાબાજે ઓનલાઈન એપ્લિકેશન મારફતે નાણાં (Vadodara Crime Case) માંગ્યા હતાં. જેમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જિજ્ઞેશ ગોહિલે તુરંત 50 હજાર મોકલી દીધા હતા.

આ પણ વાંચો : બોગસ વેબસાઈટ બનાવી 71 વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી

નાણાં મોકલનાર અધિકારીએ કરી ફરિયાદ - તો બીજી તરફ અન્ય હોદ્દેદારે 100 રૂપિયા મોકલી ટેસ્ટિંગ કર્યું હતું. આ અંગેની જાણ થતાં મેયરે સાઈબર એક્સપર્ટનું ધ્યાન દોર્યું હતું. જ્યારે નાણાં મોકલનાર અધિકારીએ સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે, અગાઉ એક હોદ્દેદારે પણ સોશિયલ મીડિયામાં આવેલા મેસેજને સાચો માની 84 હજાર ગુમાવ્યા હતા. આ અંગે મેયર કેયુર રોકડીયાએ જણાવ્યું હતું કે, કેટલાક હોદ્દેદારો અને અધિકારીઓને મારા ફોટાવાળા અજાણ્યા નંબરથી મેસેજ આવ્યા છે, તેવું જાણવા મળ્યું છે. આ હું નથી, ફ્રોડ લોકો છે. આવા લોકોને રૂપિયા આપવા નહિ. ઓટીપી અને પાસવર્ડ શેર ન કરશો. મારા ધ્યાને આ બાબત આવતાં જ આ અંગે પોલીસને (Vadodara Cyber ​​Crime) જાણ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.