વડોદરા શહેર સાથે સંકળાયેલા ધાર્મિક અને ઐતિહાસિક સ્થળોની મુલાકાતે ઘણા પ્રવાસીઓ આવે છે. આ આવનારાં પ્રવાસીઓ શહેરની આગવી ઓળખ ધરાવતી ઇમારતો અને જોવાલાયક સ્થળો બતાવવા વડોદરા દર્શન નામે ખાસ બસ ચલાવવામાં આવતી હતી. જે વડોદરા દર્શન માટે શહેરમાં આવનારાં પ્રવાસીઓ માટે એક ઉત્તમ સુવિધા હતી. આ સેવા 7 વર્ષ અગાઉ VMC અને સાંસદની ગ્રાન્ટમાંથી શરૂ કરવામાં આવી હતી. જે બસ હવે વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે. (Vadodara Darshan bus service)
વર્કશોપમાં બસ ધૂળ ખાઈ રહી આ બસમાં માત્ર 100 રૂપિયામાં ઐતિહાસિક (Historical places in Vadodara) નગરીના 17 જેટલા સ્થળોએ પ્રવાસીઓ માટે કાર્યરત હતી. પરંતુ કોરોનાની મહામારી અને કોર્પોરેશનની બેદરકારીના કારણે મેન્ટેનન્સ ન થતી હોવાના કારણે આ સેવા બે વર્ષથી બંધ છે. આ બસ વડોદરા મહાનગરપાલિકાના વર્કશોપમાં ધૂળ ખાઈ રહી છે અને હવે ફરી બસ સેવા શરૂ કરવા માટે કામગીરી હાથ ધરવામાં (Vadodara Darshan bus) આવી રહી છે. ત્યારે આ સેવા ફરી ક્યારે મળે છે તે સૌથી મોટો સવાલ છે.
ફરી બસ સેવા શરૂ કરવાની માંગ વડોદરા મહાનગરપાલિકાના વિપક્ષના નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં 4 કરોડના ખર્ચે ટુરિસ્ટ ઇન્ફર્મેશન સેન્ટર બનાવવામાં આવ્યું છે. પરંતુ આ નો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં ન થયો હોવાથી વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ નાણાંનો બિનજરૂરી ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે આ સેન્ટર રેગ્યુલર કોઈ કર્મચારી ન હોવાની બહારથી આવતા પ્રવાસીઓ માટે કોઈ પ્રોપર ગાઈડન્સ ન મળતું હોવાથી બિનઉપયોગી નીવડ્યું છે, ત્યારે અમારી માંગ છે કે ટુરીસ્ટ ઇન્ફોર્મેશન સેન્ટર પર યોગ્ય કર્મચારી અને પ્રવાસીઓ માટે પ્રોપર માર્ગદર્શક નિમણૂક કર્યા બાદ ફરી બસ સેવા શરૂ કરવા આવે (vadodara darshan bus online booking)
ટુરિઝમ સેવા બંધ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાની મારીના કારણે આ ટુરિઝમ સેવા બંધ કરવી પડી હતી. સાથે ઘણા વર્ષોથી ચાલતી હોવાથી મેન્ટેનન્સના કારણે બંધ કરવામાં આવી હતી, પરંતુ વડોદરા એ ઐતિહાસિક નગરી હોવાના કારણે આ વડોદરા દર્શન બસ સેવા ફરી શરૂ કરવામાં આવે તેવા કોર્પોરેશનના પ્રયાસો ચાલુ છે. આવનાર સમયમાં આ સેવાનો લાભ પ્રવાસીઓ લઇ શકે તેવા પ્રયાસો અમારા દ્વારા કરવામાં આવો રહ્યા છે. (Tourist places in Vadodara)