ETV Bharat / city

વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યુમોનિયાની દવા પર સ્ટીકર ચોટાડી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી ફેકટરી ઝડપાઇ - વડોદરા ક્રાઇમ બ્રાન્ચ

કોરોનાની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ પર કેટલાક લોકો દર્દીઓને મોતના મુખમાં ધકેલી રૂપિયા કમાવવાની તરકીબો શોધી રહ્યાં છે. રાજ્યભરમાં રેમડેસીવીર ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે. ત્યારે આ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી દર્દીઓને મોતના મુખમાં ધકેલવાનુ અત્યાર સુધીના સૌથી મોટા ષડયંત્રનો વડોદરા ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી રાજ્યના હજારો કોરોના દર્દીઓના જીવ બચાવી લીધા છે.

ડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યુમોનિયાની દવા પર સ્ટીકર ચોટાડી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી ફેકટરી ઝડપાઇ

author img

By

Published : Apr 30, 2021, 10:55 AM IST

  • વડોદરા નજીક ધનીયાવી ગામ પાસે “ડોન્કી ફાર્મ” હાઉસમાં ચાલતી હતી નકલી રેમડેસિવિર બનાવવાની ફેકટરી
  • અમદાવાદની SVP હોસ્પિટલના મેલ નર્સ નીતેષ જોષીની પણ સંડોવણી બહાર આવતા ઝડપી લેવામાં આવ્યો
  • રેમડેસિવિરની નકલી સ્ટીકર અને બોક્સ બનાવી ન્યુમોનિયાની દવા પર ચોંટાડી વેચવામાં આવતા
  • ન્યુમોનિયાની રૂપિયા 150ની કિંમતની દવા રેમડેસિવિર ઇન્જેક્શનનુ સ્ટીક ચોટાડી 16,000થી 20,000માં વેચતા હતા
  • રેમડેસિવિર ઇન્જેક્શનની કાળાબજારી કરનાર પાંચ શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 90 ઇન્જેક્શન જપ્ત કર્યાં હતા

વડોદરાઃ ક્રાઇમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરનાર પાંચ શખ્સોની ધરપકડ કરી, 90 જેટલા ઇન્જેક્શન કબજે કર્યા હતા. આ તમામ ઇન્જેક્શનની ચકાસણી કરવા માટે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની મદદ લેવામાં આવી હતી. જપ્ત કરાયેલા ઇન્જેક્શનોની ચકાસણી કરતા તમામ નકલી હોવાનુ સામે આવ્યું હતુ. જેથી આ મામલે પોલીસે તપાસ કરતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી ચાલી રહી હોવાનુ જાણવા મળ્યું હતુ.

આ પણ વાંચોઃ નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા 6 શખ્સોની ધરપકડ, 5 હજારથી વધુ ઇન્જેક્શનો વેચી માર્યા

ધનયાવીના ડોન્કી ફાર્મમાં ન્યુમોનિયાની દવાની 2,491 બોટલો મળી આવી

ફેકટરી બાબતે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ શરૂ કરી હતી. જેમાં શહેર નજીકના ધનીયાવી ગામ પાસેના રાધવપુરા સ્થિત આવેલા ડોન્કી ફાર્મમાં નકલી રેમડેસીવીર ઇન્જેક્શનની ફેકટરી ચલાવતા હોવાનુ ધ્યાને આવ્યું હતુ. જે અંગેની ચોક્કસ માહિતી મેળવી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડોન્કી ફાર્મમાં દરોડો પાડતા વિવેક મહેશ્વરી નામનો શખ્સ મળી આવ્યો હતો. ફાર્મમાં તપાસ કરતા જુદી-જુદી કંપનીની 2,491 દવાની બોટલો મળી આવી હતી. આ તમામ બોટલોની તપાસ કરતા ન્યુમોનિયાની દવા હોવાનુ ખુલ્યું હતું.

ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવા માટે ભેજાબાજો અન્ય દવાનો ઉપયોગ કરતા હતા

નકલી રેમડેસીવીર ઇન્જેકશન બનાવવા માટે ત્રણ મહિનાથી ફાર્મ ભાડે રાખવામાં આવ્યું હતું. ડુપ્લીકેટ રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવા માટે ભેજાબાજો અન્ય દવાનો ઉપયોગ કરતા હતા. PEPERACILLIN TAZOBACTAM નામની ઇન્જેકશન બોટલ પર HETRO COVIFOR INJECTION ના સ્ટીકર લગાડી તેના બોક્ષમાં પેક કરવામાં આવતા હતા તથા TERRIFIC-SB નામની ઇન્જેકશન બોટલ પર JUBI-R REMDISIVIR INJECTION ના સ્ટીકર લગાડી તેના બોક્ષમાં પેક કરવામાં આવતા હતા. આમ, અન્ય દવાને રેમડેસીવીરના સ્ટીકર અને પેકીંગ સાથે વેચવામાં આવતા હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.

ડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ન્યુમોનિયાની દવા પર સ્ટીકર ચોટાડી નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચતી ફેકટરી ઝડપાઇ

દવાનો જથ્થો વડોદરા લાવવામાં આવ્યો હતો

SVP હોસ્પિટલના નીતેષ જોષીએ ચાંગોદરના મેક્સ લાઇફ સેન્સમાંથી 3,000 ન્યુમોનિયાના ઇન્જેક્શન ખરીદ્યા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમે વિવેક મહેશ્વરીની આ બાબતે પુછતાછ કરતા, અમદાવાદની SVP હોસ્પિટલમાં મેલ નર્સ તરીકે કામ કરતો નીતેષ જોષી શહેરની જુદી-જુદી નામંકિત હોસ્પિટલ્સમાં કામ કરી ચૂક્યો હોવાથી તેણે ચાંગોદરના હોલસેલર પાસેથી 3,000 નંગ ન્યુમોનિયાની દવા ખરીદી હતી. જે દવાનો જથ્થો વડોદરા લાવવામાં આવ્યો હતો. ન્યુમોનિયાની દવા પર ચોટાડવા માટે રેમડેસીવીરના સ્ટીકર અને બોક્સ પણ નીતેષ પુરા પાડતો હતો

અમદાવાદમાં 700 અને વડોદરા-આણંદમાં 460 નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચ્યા

જુદી-જુદી કંપનીઓના ન્યુમોનિયાના ઇન્જેક્શન ખરીદી નકલી રેમડેસીવીર બનાવવા માટે ધનીયાવી ગામ પાસેનું ડોન્કી ફાર્મ ભાડે રાખવામાં આવ્યું હતું. જ્યાં ઇન્જેક્શનનો જથ્થો એકઠો કરી HETRO COVIFOR INJECTION અને JUBI-R REMDISIVIR INJECTION ના નકલી સ્ટીકર લગાડી બોક્સમાં પેક કરવામાં આવતા હતા.

રેમડેસીવીરના નામે 16,000થી 20,000માં ઇન્જેક્શન વેચવામાં આવતા હતા

જરૂરીયાતમંદોને શોધી રૂપિયા 150ની કિંમતનું ઇન્જેક્શન રેમડેસીવીરના નામે 16,000થી 20,000માં વેચવામાં આવતુ હતું. અત્યાર સુધીમાં આ શખ્સોએ અમદાવાદમાં 700 અને વડોદરા-આણંદમાં 460 જેટલા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન વેચ્યા હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વધુ એક રેમડેસીવીર ઇન્જેક્શનનું કૌભાંડ ઝડપાયું

ભેજાબાજ વિવેક મહેશ્વરી આણંદમાં ડી.કે એજન્સી નામથી મેડકિલ સ્ટોર ચલાવતો

નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવતી ફેકટરીનો ભેજાબાજ વિવેક મહેશ્વરી જરૂરીયાતમંદો પાસેથી ઊંચી કિંમત વસુલતો હતો. વિવેક આણંદ ખાતે ડી.કે એજન્સી નામથી મેડિકલ સ્ટોર ચલાવતો હોવાથી અનેક લોકોના સંપર્કમાં હતો અને મેડિકલ સ્ટોર પર દવા સપ્લાય કરવા આવતા નઇમા વોરાના સંપર્કમાં આવ્યો હતો.

નીતેષ જોષીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વડોદરા લાવવા તજવીજ હાથ ધરવામાં આવી

વિવેકે તેઓને જણાવ્યું હતું કે, રેમડેસીવીર ઇન્જેક્શનની જરૂર હોય તો સપ્લાય કરીશ અને આણંદના જતીન પટેલને રેમડેસીવીરની જરૂર હોવાથી નઇમા હનીફભાઇ વોરા નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો જથ્થો પહોંચાડતા પોલીસના હાથે ઝડપાઇ હતી. ઉપરોક્ત મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે સમા સાવલી રોડ પર આવેલી સિધ્ધાર્થ વાટીકામાં રહેતા ભેજાબાજ વિવેક ધનશ્યામભાઇ મહેશ્વર અને આણંદની નઇમાબેન હનીફભાઇ વોરાની ધરપકડ કરી છે. જ્યારે અમદાવાદના નીતેષ જોષીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી વડોદરા લાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.