ETV Bharat / city

જનતા કરફ્યૂને વડોદરામાં જબરદસ્ત પ્રતિસાદ, નગરજનોએ સ્વયંભૂ બંધ રાખ્યું

વડોદરાઃ ચીનથી આવેલા કોરોના વાઇરસની ચેઇનને અટકાવવા માટે જનતા કરફ્યૂનું શસ્ત્ર વડોદરામાં સાર્થક રહ્યું હતું. સવાર પડતાં જ વાહનોના ઘોંઘાટથી શરૂ થતો દિવસ શાંતિથી શરૂ થયો હતો. એકલ-દોકલ વાહનોને બાદ કરતા માર્ગો સુમસામ રહ્યા હતા. મોર્નિંગ વોક કરનારાઓએ પણ રજા રાખી હતી અને ઘરમાંજ કસરત કરીને દિવસની શરૂઆત કરી હતી.

વડોદરામાં વડાપ્રધાને જાહેર કરેલા જનતા કરફ્યુને જબરદસ્ત પ્રતિસાદ, નગરજનો સ્વયંમભુ જનતા કરફ્યુમાં જોડાયા

author img

By

Published : Mar 22, 2020, 7:12 PM IST

વડોદરાઃ શહેરના માંડવી ચાર દરવાજા વિસ્તાર, એમ.જી.રોડ, આજવા રોડ,અલકાપુરી, કારેલીબાગ,,લાલબાગ,તરસાલી, સહિતના વિસ્તારોમાં સન્નાટો જોવા મળ્યો હતો. નગરજનોની અવરજવરથી ધમધમતું મંગળબજાર પણ સુમસામ રહ્યું હતું. વેપારીઓએ સ્વયંભૂ વેપાર,ધંધા બંધ રાખ્યા હતા. આ ઉપરાંત એક્સપ્રેસ અને નેશનલ હાઇવે ઉપર પણ વાહન વ્યવહારને અસર થઇ હતી.

વડોદરામાં વડાપ્રધાને જાહેર કરેલા જનતા કરફ્યુને જબરદસ્ત પ્રતિસાદ, નગરજનો સ્વયંમભુ જનતા કરફ્યુમાં જોડાયા

જનતા કરફ્યૂ લોકો સ્વયંભૂ જોડાયા છે. ત્યારે મહાનગરપાલિકાના કર્મચારીઓ બીજી તરફ શહેરના રસ્તાઓ પર સફાઇ ચાલુ કરી છે. વડોદરા નેશનલ હાઇવે અને એક્સપ્રેસ હાઇવે પણ સુમસામ બન્યો છે. આંશિક વાહન વ્યવહાર તેમજ કેટલાક ટ્રકો જ નીકળી રહ્યા છે. લોકોએ ઘરથી નીકળવાનું ટાળ્યું હતું. જ્યારે, બીજી તરફ વડોદરા રેલવે સ્ટેશનના ઇતિહાસમાં પ્રથમ વખત સન્નાટો જોવા મળ્યો હતો.

ચોવિસ કલાક મુસાફરોથી ભરાયેલું રહેતું વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક પણ મુસાફર જોવા મળ્યો ન હતો. માત્ર વડોદરા આવેલી ટ્રેનોના મુસાફરોજ જોવા મળ્યા હતા. જનતા કરફ્યુના કારણે રેલવે સ્ટેશન ઉપરની ખાણી-પીણીના સ્ટોલો પણ બંધ રહ્યા હતા. રેલવે પ્લેટફોર્મ ઉપર માત્ર પોલીસ જવાનો જ બંદોબસ્ત કરતા નજરે પડ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.