- રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના જન્મદિનની વડોદરા ભાજપા દ્વારા ઉજવણી
- 132થી વધુ કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલો (Covid Dedicated Hospital)ના 10 હજારથી વધુ આરોગ્ય કર્મીઓનું સન્માન કરાયું
- નાયબ મુખ્યપ્રધાનની સિગ્નેચર (Signature) સાથેનું સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું
વડોદરા : ગુજરાત રાજ્યના આરોગ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરની 132થી વધુ કોવિડ માન્યતા ધરાવતી હોસ્પિટલોના 10,000 ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને નાયબ મુખ્યપ્રધાન નીતિનના સિગ્નેચર (Signature) કરેલા સન્માન પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. શહેરની સયાજી અને ગોત્રી હોસ્પિટલ ખાતે 30 આરોગ્ય કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : આજે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલનો જન્મદિવસ, મહેસાણામાં ઉજવણી
15 જેટલા આરોગ્ય કર્મચારીઓને ગોત્રી હોસ્પિટલ ખાતે બોલાવી તેમનું સન્માન કરાયું
વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉ. વિજય શાહે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના યશસ્વી આરોગ્યપ્રધાન અને ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા તેમની અનુમતી બાદ સમગ્ર વડોદરા શહેરની 132થી વધારે કોવિડ ડેડીકેટેડ હોસ્પિટલ (Covid Dedicated Hospital)ના આરોગ્ય કર્મચારીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આરોગ્ય કર્મચારી SSG હોસ્પિટલ ખાતે 15 જેટલા આરોગ્ય કર્મચારીઓને ગોત્રી હોસ્પિટલ ખાતે બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં રક્તદાન કેમ્પ યોજી નીતિન પટેલના 65માં જન્મદિવસની ઉજવણી કરાઇ
ભારતીય જનતા પાર્ટી દ્વારા જન્મદિનની શુભેચ્છાઓ પાઠવવામાં આવી
આ પ્રસંગે અકોટા વિધાનસભાના ધારાસભ્ય સીમા મોહિલે, મહામંત્રી સુનિલ સોલંકી, જશવંતસિંહ, કોર્પોરેશનના સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર હિતેન્દ્ર પટેલ અને SSG હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રંજન ઐયર ઉપસ્થિત રહ્યા હતા. 2020ની 23 માર્ચથી શરૂ થયેલી કોરોનાની યાત્રામાં બધા જ લોકો એ અમૂલ્ય ફાળો આપ્યો છે અને આ બધા જ કોરોના વોરિયર્સને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલના સિગ્નેચર (Signature) સાથેનું સન્માન પત્ર તમામ કોરોના વોરિયર્સને એનાયત કરવામાં આવ્યું હતું. તેમણે કરેલી સેવાઓની સામે આ એક ખૂબ જ નાનું સન્માન છે. તેમ છતાં પણ તેમણે કરેલી સેવાઓને આપણે ફક્ત પક્ષ તરીકે સરકાર તરીકે અને જે કામગીરી ઉમદા કરી છે. જે યશસ્વી કામગીરી માટે આજે સન્માન પત્ર આપવામાં આવે છે. નાયબ મુખ્યપ્રધાન નીતીન પટેલ દીર્ઘાયુ થાય તેમનું સમગ્ર આવનાર વર્ષમાં આરોગ્યની દૃષ્ટિએ કેમ કે પોતે પણ આરોગ્યપ્રધાન છે, ત્યારે તેમનું આરોગ્ય સુખાકારી નીવડે તેવી ભારતીય જનતા પાર્ટી દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.