વડોદરાઃ વડોદરા વકીલ મંડળની શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં મતદારોએ મતદાન માટે ભારે ઉત્સાહ દાખવ્યો હતો. વકીલ મંડળની ચૂંટણીમાં 69 ટકા મતદાન નોંધાયું હતું. સાંજે 6 વાગે શરૂ થયેલી મહત્વની 6 બેઠકો માટેની મતગણતરી (Vadodara Bar Association Election Result 2021) મોડીરાત સુધી ચાલી હતી. જેમાં પ્રમુખ પદે નલિન પટેલનો 275 મતોથી વિજય (Nalin Patel becomes President of Vadodara Advocate Bar Association) થયો હતો. સાથે સાથે ઉપપ્રમુખ પદે વૈકંક જોષી, સેક્રેટરી તરીકે રિતેશ ઠક્કર અને જોઈન્ટ સેક્રેટરી તરીકે નેહલ સુતરિયા ચૂંટાઈ આવ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Bar Association Election 2021: અસીમ પંડ્યા બન્યા એડવોકેટ બાર એસોસિએશનના પ્રમુખ
વકીલ મંડળની ચૂંટણીમાં આવ્યું પરિવર્તન
વડોદરાના ન્યાયમંદિરના એડવોકેટ હાઉસમાં મતગણતરી શરૂ થતાં અગાઉ જ વકીલોમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન થશે તેવી ચર્ચા ઉઠી હતી. આખરે મોડીરાતે જાહેર થયેલા પરિણામમાં (Vadodara Bar Association Election Result 2021) નલિન પટેલ વિજેતા (Nalin Patel becomes President of Vadodara Advocate Bar Association) જાહેર થતાની સાથે જ વકીલ મંડળની ચૂંટણીમાં પરિવર્તન આવ્યું હતું. અગાઉ પ્રમુખ હસમુખ ભટ્ટની હાર થતાની સાથે હવે આગામી સમયમાં કોઈ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.
આ પણ વાંચોઃ વકીલોની ધમકી: High Court માં પ્રત્યક્ષ સુનાવણી શરુ કરો, નહીં તો બહિષ્કાર કરીશું
નલિન પટેલે મતદારોનો માન્યો આભાર
નલિન પટેલ સહિતના ઉમેદવારોની જીત થતાની સાથે જ સમર્થકોએ આતશબાજી કરી ઉજવણી કરી હતી. નવા પ્રમુખ નલિન પટેલ સહિતના જીતેલા (Nalin Patel becomes President of Vadodara Advocate Bar Association)ઉમેદવારોએ મતદારો (Vadodara Bar Association Election Result 2021) અને સાથી વકીલોનો આભાર માન્યો હતો. તેમણેે હંમેશા વકીલોની પડખે ઉભા રહી તેમના કામ કરવા માટે આશ્વાસન આપ્યું હતું.