ETV Bharat / city

વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે - Congress

ગુજરાતમાં આમ આદમી પાર્ટી વિધાનસભા-2022 ચૂંટણીને લઈને પોતાનો વ્યાપ વધારી રહ્યું છે. આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા વડોદરા મુલાકાતે આવ્યા હતા અને ઉપસ્થિતીમાં વાઘોડિયા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સહિત અનેક કોંગ્રેસ અને ભાજપા કાર્યકરોએ આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.

આમ આદમી પાર્ટી
વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે
author img

By

Published : Jul 3, 2021, 10:10 AM IST

  • વિધાનસભા ચૂંટણી-2022 માટે આમ આદમી પાર્ટી કરી રહી છે તૈયારીઓ
  • ગોપાલ ઈટાલીયા વડોદરાની મુલાકાતે
  • અનેક લોકો આપમાં જોડાયા

વડોદરા : ગુજરાતમાં 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેને લઇને તમામ પાર્ટીઓ તૈયારીમાં કુદી પડી છે. રાજ્યમાં હાલમાં આમ આદમી પાર્ટી પણ રાજ્યમાં ઘણી સક્રિય થઈ છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયા વડોદરાની મુલાકાતે આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન કોઇ અપ્રિય ઘટના ન બને તે માટે શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત કાર્યક્રમ સ્થળે ગોઠવી દેવામાં આવ્યો હતો વડોદરા નેશનલ હાઇવે ઉપર ભાઇકાકા પાર્ટી પ્લોટમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાઘોડિયાના કોંગ્રેસ અગ્રણી અને બરોડા ડેરીના ડિરેક્ટર રાજુ અલવા, પાદરા ભાજપાના અગ્રણી જયદીપસિંહ ચૌહાણ, વડોદરા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય નિરંજન જોષી તેમજ વાઘોડિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રતનસિંહ સોલંકી સહિત મોટી સંખ્યામાં ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો આપમાં જોડાયા હતાઅને આમ આદમી પાર્ટીની ટોપી ધારણ કરી હતી.

મોટી સંખ્યા લોકો આપમાં જોડાઈ રહ્યા છે

આમ આદમી પાર્ટીના યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું કોર્પોરેશનની ચૂંટણીઓમાં સુરત શહેરમાં આપને સારી સીટો મળી છે આમ આદમી પાર્ટીનું સંગઠન નાનું છે પણ મોટી સંખ્યામાં લોકો જોડાઇ રહ્યા છે. આમ આદમી પાર્ટી પાસે હરીફ પક્ષો જેટલું ફંડ પણ નથી છતાં હરીફ પક્ષો અમને લોકો સમક્ષ જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે જે યોગ્ય નથી.

વડોદરા: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા વડોદરાની મુલાકાતે

આ પણ વાંચો : AAPના કોર્પોરેટરનો આક્ષેપ, ઋતા દુધાગરાને કામરેજના ધારાસભ્ય દ્વારા ભાજપમાં જોડાવવા 3 કરોડ રૂપિયાની ઓફર

પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે

ગુજરાતની સરકારથી જનતા ત્રાહિમામ પોકારી ગઇ છે, અત્યાર સુધી ગુજરાતની જનતા પાસે કોઇ વિકલ્પ ન હતો પરંતુ હવે ગુજરાતની પ્રજાને આમ આદમી પાર્ટી રૂપે વિકલ્પ મળી ગયો છે. આથી અમે સમગ્ર ગુજરાતમાં પ્રવાસ કરીએ છે. અમારી સાથે ભાજપા અને કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાઇ રહ્યા છે. જેઓનું આમ આદમી પાર્ટી સ્વાગત કરે છે. આગામી વિધાન સભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ સીટો ઉપર ચૂંટણી લડવાની છે. અને ગુજરાતની વર્તમાન સરકારની ચોક્કસ પણ હાર થવાની છે તે પણ નક્કી છે.

આ પણ વાંચો : સોમનાથના દર્શનાર્થે આવેલા AAPના નેતા ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવી પીઠ બતાવીને કેમ ભાગ્યા? જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.