ETV Bharat / city

Vadodara gang rape case: વેક્સિન ગ્રાઉન્ડ તરફથી રસ્તો ઓળંગતા બે શકમંદો CCTVમાં કેદ થયા - NGOમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ

વડોદરાના વેક્સિન ગ્રાઉન્ડ (vaccine ground in Vadodara) પર દિવાળી પુર્વે બે નરાધમો દ્વારા વડોદરાની NGOમાં કામ કરતી યુવતી પર દુષ્કર્મ (Vadodara gang rape case) ગુજારવામાં આવ્યું હતું. દુષ્કર્મની ઘટનાને એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયા બાદ યુવતીએ ગુજરાત ક્વિનમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવી દીધું હતું. હાલ આ મામલે વડોદરા પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, FSL, ડોગ સ્કવોર્ડ તથા રેલવે પોલીસ કામગીરી કરી રહી છે. આખરે સમગ્ર મામલામાં સંડોવાયેલા બે શકમંદો CCTVમાં (Two suspects caught in CCTV) જોવા મળ્યા છે. જેથી શંકાના આધારે પોલીસે CCTVમાં દેખાતા બન્ને શકમંદોની શોધખોળ હાથ ધરી છે.

Vadodara gang rape case
Vadodara gang rape case
author img

By

Published : Nov 17, 2021, 12:52 PM IST

  • વડોદરા સામૂહિક દુષ્કર્મ કેસમાં બે શકમંદો CCTVમાં કેદ થયા
  • 29 ઓક્ટોબરના રોજ બની હતી દુષ્કર્મની ઘટના
  • પોલીસ હજુ સુધી આરોપીઓ સુધી પહોંચવામાં નિષ્ફળ

વડોદરા: શહેરના વેક્સિન ગ્રાઉન્ડ પર 29 ઓક્ટોબરના રોજ બે નરાધમો દ્વારા યુવતીના મોંઢે ડૂચા મારીને તેના પર દુષ્કર્મ આચર્યાના (Vadodara gang rape case) કમકમાટીભરી ઘટના સામે આવી હતી. દુષ્કર્મની ઘટનાના એક અઠવાડિયા બાદ 4 નવેમ્બરે વલસાડ સ્થિત ગુજરાત ક્વિન ટ્રેનના ડી- 12 કોચમાંથી યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

Vadodara gang rape case: વેક્સિન ગ્રાઉન્ડ તરફથી રસ્તો ઓળંગતા બે શકમંદો CCTVમાં કેદ થયા

CCTVના ફૂટેજની ચકાસણી તથા શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ

આ મામલાની તપાસ કરી રહેલી રેલવે પોલીસના હાથે એક ડાયરી લાગી હતી. જેમાં યુવતીએ તેણે પોતાના સાથે થયેલી દુષ્કર્મની (Vadodara gang rape case) ઘટના વર્ણવી હતી. જે બાદ પોલીસે તે દિશામાં વધુ તપાસ આદરી હતી. યુવતીએ જીવન ટુંકાવ્યાને 14 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આ મામલે પોલીસને હજી સુધી આરોપીઓ સુધી પહોંચવામાં કોઇ સફળતા મળી નથી. પોલીસની વિવિધ ટીમો ઘટના સ્થળની આસપાસના CCTVના (Two suspects caught in CCTV) ફૂટેજની ચકાસણી તથા શકમંદોની પૂછપરછ હાથ ધરી રહી છે.

આ પણ વાંચો: છોટા ઉદેપુર જિલ્લામાં વધું એક ગાંજાની ખેતી કરતા આરોપીઓ ઝડપાયા

બન્નેની ગુનામાં કોઇ સંડોવણી છે કે નહિ તેની માહિતી પોલીસ પાસે નથી

પોલીસ તપાસને 14 દિવસ જેટલો સમય વીતી ગયા બાદ વેક્સિન ગ્રાઉન્ડ (vaccine ground in Vadodara) નજીક આવેલા કોમ્પલેક્ષના CCTVમાં 2 શકમંદો કેદ થયા હતા. જોકે આ બન્નેની ગુનામાં કોઇ સંડોવણી છે કે નહિ તે અંગે સત્તાવાર રીતે કોઇ પણ માહિતી પ્રાપ્ત થઇ શકી ન હતી. CCTVમાં કેદ થયેલા બન્ને શકમંદો ઘટનાના સમયે જ વેક્સિન ગ્રાઉન્ડ તરફથી રસ્તો ઓળંગી સાંજના પસાર થતાં CCTVમાં (Two suspects caught in CCTV) કેદ થયા હતા. જેથી પોલીસે શંકાના આધારે બન્ને શકમંદોની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો: ચાઇલ્ડ પોર્નોગ્રાફી પર ગુજરાતના 3 શહેરો સહિત 14 રાજ્યોમાં CBIના દરોડા

મંગળવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શકમંદની અટકાયત કરી તેની પૂછપરછ હાથ કરી

પોલીસની એક નહિ પરંતુ પાંચ પાંચ શાખાઓ કામે લાગી છે. અત્યાર સુધીની કામગીરીમાં પોલીસે સેંકડો CCTV ફૂટેજીસ ફેંદી કાઢ્યા, અનેક લોકોની પુછપરછ હાથ ધરી છે. આ દરમિયાન મંગળવારે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક શકમંદની અટકાયત કરી તેની આકરી પૂછપરછ હાથ ધરી છે. જોકે આ વ્યક્તિ સુરત રેલવે સ્ટેશન પર યુવતીનો સતત પીછો કરતો હોવાની આશંકાએ પોલીસે તેની અટકાયત કરી આકરી પૂૂછતાછ કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.