- આંશિક લોકડાઉનનો વેપારીઓ દ્વારા વિરોધ પાસે સરકાર પાસે સહાયની માગ
- દુકાનો બંધ રાખી આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો
- કોરોના સંક્રમણમાં નહીં પણ વેપારીઓના આર્થિક સંક્રમણમાં ફરક પડ્યો
વડોદરા: કોરોના મહામારીમાં સરકાર દ્વારા આશિક લોકડાઉન આપવામાં આવ્યો છે. આંશિક લોકડાઉનથી કોરોનાની ચેન તૂટી નથી અને કોરોના સંક્રમણ માં કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી. પણ વેપારઓ ધંધા રોજગાર બંધ ના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. હવે સરકાર વેપારીઓ સામે જોવે તેમજ આંશિક લોકડાઉનથી રાહત આપે તેવી સરકાર સામે માગ કરી હતી.
આ પણ વાંચો: આંશિક લોકડાઉનનો વિરોધઃ 18 મે પછી દુકાન ખોલો અથવા સંપૂર્ણ lockdown કરો
આંશિક લોકડાઉનથી કોરોના સંક્રમણમાં ફરક પડ્યો નથી
ગુજરાત સરકાર દ્વારા 28મી એપ્રિલથી આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ સિવાયની દુકાનો બંધ રાખી આંશિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે હવે 20મી મેં સુધી લંબાવવામાં આવ્યો છે. વેપારીઓ દ્વારા જણાવાયું હતું કે સંવેદનશીલ ગણાતી સરકાર વેપારીઓ માટે સંવેદનહીન છે. આંશિક લોકડાઉનથી કોરોના સંક્રમણમાં ફરક પડ્યો નથી, પરંતુ વેપારીઓના આર્થિક સંક્રમણમાં ફરક પડ્યો છે.
આ પણ વાંચો: આંશિક લોકડાઉનમાં ઘડિયાળનો વેપાર બંધ થતાં વેપારીએ કર્યું શાકભાજીનું વેચાણ
વેપારીઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો વેપારીઓ આંદોલનની ચીમકી
સરકાર દ્વારા આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. શહેરમાં અમુક દુકાનો ખુલ્લી છે જ્યારે નાના વેપારીઓની દુકાનો બંધ રાખવામાં આવી છે. બીજી તરફ શહેરની બહાર દરેક દુકાનો ખુલ્લી છે ત્યારે કોરોના સંક્રમણની ચેઇન કેવી રીતે તૂટી શકે ? બીજી તરફ વેપારીઓ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની રાહત પેકેજ થકી સહાય આપવામાં આવી નથી. 20 મે પછી સરકાર લોકડાઉન જાહેર કરે અથવા તો જો 20 મે પછી નાના વેપારીઓના હિતમાં નિર્ણય નહીં લેવામાં આવે તો વેપારીઓ આંદોલનનો માર્ગ અપનાવશે ચીમકી ઉચ્ચારી હતી.