- પાનોલી ઇન્ટરમિડિએટ કંપનીનું ટાવર પડતાં કામદારનું મોત
- ભાજપ અગ્રણી રાજેન્દ્રસિહ ગોહિલ પર કોન્ટ્રેક્ટરે રિવોલ્વર તાણી દેતાં મામલો ઉગ્ર બન્યો
- પાનોલી કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
વડોદરાઃ પાનોલી ઇન્ટરમિડિએટ કંપનીમાં કામદારના મોતને લઈને ફાયરબ્રિગેડ અને પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં મૃતકના પરિવારજનોને સાંંત્વના આપવા પહોંચેલા વડોદરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ મંગલસિંહ ગોહિલ પર કંપનીના લેબર કોન્ટ્રાકટરે રિવોલ્વર તાકી દેતાં મામલો ઉગ્ર બન્યો હતો. પાનોલી ઇન્ટરમિડીએટના ફેબ્રિકેશન કોન્ટ્રાક્ટર મોહકમસિંહે વિસ્તારના ભાજપના અગ્રણીઓ પર પોલીસની સામે જ રિવોલ્વર તાણી દેતાં મામલો ભારે ઉગ્ર બન્યો હતો. જ્યારે પોલીસ પણ ઉભા ઉભા તમાશો જોતી રહી હતી. બનાવ બાદ ભાજપ અગ્રણી રાજેન્દ્રસિંહ ગોહિલે રિવોલ્વર કાઢીને ધમકી આપનાર પાનોલી કંપનીના કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ LIVE UPDATE: ગુજરાતમાં તૌકતે ચક્રવાતની અસર