વડોદરા: શહેરના કિન્નર સમાજ દ્વારા લોકડાઉન દરમિયાન લોકોને જરૂરી ચીજવસ્તુઓ મળી રહે તે માટે ઉમદા પ્રયાસો કરવામાં આવ્યા છે. વિવિધ જરૂરી વસ્તુઓની બનાવવામાં આવેલી અનાજ અને શાકભાજીની કિટનું બરાનપુરા સ્થિત કિન્નર સમાજના અગ્રણી અંજુમાસીની આગેવાનીમાં શહેરના ડીસીપી ઝોન 3 સંજય ખરાતની ઉપસ્થિતિમાં વિતરણ માટે રવાના કરવામાં આવી હતી.
આ કિટમાં જીવન જરૂરિયાતની ખાદ્ય સામગ્રીમાં ચોખા, દાળ, બટાકા, ડુંગળી, ટામેટાં, રીંગણ, મરચાં, ચોખા, પાપડી, સેવ મમરાં, ભુસું, વગેરે મળીને 11 કિલોગ્રામની 5000 કીટ બનાવવામાં આવી છે. જેને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવા આવશે.